Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandrayaan-3 : ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ઈસરોએ વધુ એક રેકોર્ડ બનાવ્યો

ભારતના ચંદ્રયાન-3એ બુધવારે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ત્યારે ISROની લાઇવ સ્ટ્રીમિંગ લિંકે પણ YouTube પર ઇતિહાસ રચ્યો. ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ એક સાથે 8.06 મિલિયન...
chandrayaan 3   ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બાદ ઈસરોએ વધુ એક રેકોર્ડ બનાવ્યો

ભારતના ચંદ્રયાન-3એ બુધવારે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ત્યારે ISROની લાઇવ સ્ટ્રીમિંગ લિંકે પણ YouTube પર ઇતિહાસ રચ્યો. ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ એક સાથે 8.06 મિલિયન લોકોએ નિહાળ્યું હતું, જેણે યુટ્યુબના ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

Advertisement

યુટ્યુબના ઈતિહાસમાં પણ રેકોર્ડ

ગૂગલની સર્વિસ યુટ્યુબમાં વ્યુઅરશીપ પર ઈસરો રેકોર્ડ બનાવી દીધો છે. જે યુટ્યુબના ઈતિહાસમાં પણ અમર રહેશે. આંધ્ર પ્રદેશમાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર માંથી ઈસરોની લેબ અને સ્ટુડિયોના લાઈવ વીડિયો યુટ્યુબ પર લાઈવ કરવામાં આવ્યા હતા. જેમાં ચંદ્રયાન 3 ના લેન્ડિગની દરેક ક્ષણ ઈસરોમાં કેવી રહી એ લોકોએ લાઈવ નિહાળી હતી. આ સમગ્ર ચેનલ પર બુધવારે 8.06 મિલિયન વ્યૂ નોંધાયા હતા. યુટ્યુબ ઓફિશિયલે પણ આ અંગેની નોંધ લીધી છે. અત્યાર સુધીમાં ઈસરોની ચેનલ પરનો આ સૌથી મોટો આંકડો માનવામાં આવે છે.

Advertisement

એક જ દિવસમાં નવા 9 લાખ સબસ્ક્રાઈબર્સ

ટેલિવિઝન વ્યૂઅરશીપ ફિગર અનુસાર અનેક સોશિયલ મીડિયા પર આ ચેનલ્સના ફોટો અને ટ્વિટ પોસ્ટ કરવામાં આવ્યા છે. રીપોર્ટ અનુસાર આ યુટ્યુબ ચેનલ ભારતીય છે અને સમગ્ર વિશ્વમાં એનું બુધવારે લાઈવ પ્રસારણ થયું હતું. જેને દુનિયાભરના લોકોએ નિહાળ્યું હતું. ફિફા વર્લ્ડકપ ટુર્નામેન્ટ વખતે બ્રાઝિલ અને ક્રોએશિયાની મેચમાં યુટ્યુબ ચેનલનો 6.1 મિલિયન વ્યૂનો રેકોર્ડ રહ્યો છે. ઈસરોએ આ આંકડો પર પાર કરી દીધો હતો. એટલું જ નહીં ઈસરોની યુટ્યુબ ચેનલ્સ પર સબસ્ક્રાઈબર્સ પણ વધી ગયા છે. જે સંખ્યા અગાઉ 26 લાખની હતી એ વધીને 35 લાખ થઈ ચૂકી છે. એક કલાક અને 11 મિનિટ સુધી લાઈવ રહેલું આ બ્રોડકાસ્ટથી એક જ દિવસમાં નવ લાખ સબસ્ક્રાઈબર્સ વધી ગયા છે.

Advertisement

રોકોર્ડબ્રેક વ્યુઅર્સ નોંધાયા

એક વખત લાઈવ ચાલું થયા બાદ માત્ર 9 મિનિટમાં જ 2.9 મિલિયન લોકોએ ચંદ્રયાન 3નું લાઈવ લેન્ડિગ જોયું હતું. મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા મહાનગરમાં શહેરના ચોક અને જાહેર જગ્યા પર આ જ લિંકથી મોટી સ્ક્રિન પર સ્ક્રિનિંગ મૂકવામાં આવ્યું હતું. માત્ર 13 મિનિટમાં લાઈવ જોનારાઓની સંખ્યા 3.3 મિલિયન સુધી પહોંચી ગઈ હતી. 17 મિનિટમાં આ આંકોડ 40 લાખ લોકો સુધી પહોંચી ગયો હતો. આમ કરતા કરતા આંક 8.6 મિલિયન સુધી પહોંચી ગયો.

આ પણ  વાંચો-CHANDRAYAAN 3 :પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર છોડી રહ્યું છે અશોક સ્તંભના નિશાન,14 દિવસની સફર શરુ

Tags :
Advertisement

.