Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chandigarh : ગ્રેનેડ ફેંકીને ઓટો રિક્ષામાં ભાગ્યા હુમલાખોરો, બ્લાસ્ટનો Video આવ્યો સામે

ચંદીગઢ બ્લાસ્ટ: CCTVમાં હુમલાખોરો કેદ ઓટોમાં આવ્યા, ગ્રેનેડ ફેંકી મોહાલી ભાગી ગયા ગ્રેનેડ ફેંકીને ઓટો રિક્ષામાં ભાગી ગયા હુમલાખોરો Hand Grenade Blast in Chandigarh : ચંદીગઢના પોશ સેક્ટર-10માં આકસ્મિક અને આશ્ચર્યજનક રીતે એક હેન્ડ ગ્રેનેડ (Hand Grenade) ફેંકવામાં આવ્યો...
10:15 PM Sep 11, 2024 IST | Hardik Shah
Hand Grenade Blast in Chandigarh

Hand Grenade Blast in Chandigarh : ચંદીગઢના પોશ સેક્ટર-10માં આકસ્મિક અને આશ્ચર્યજનક રીતે એક હેન્ડ ગ્રેનેડ (Hand Grenade) ફેંકવામાં આવ્યો હતો, જેના કારણે લોકો ખૂબ જ ડરી ગયા હતા. આ ઘટના સાંજે લગભગ 6:30 વાગ્યાની છે, જ્યારે 3 અજાણ્યા હુમલાખોરો ઓટોરિક્ષામાં (AutoRickshaw) આવ્યા અને ગ્રેનેડ ફેંકીને મોહાલી તરફ ભાગી ગયા હતા. આ વિસ્ફોટના કારણે આસપાસના ઘરોના કાચ તૂટી ગયા હતા. જોકે, આ હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. ચંદીગઢ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી, અને વિસ્તારને ઘેરી લીધો હતો. પોલીસની ટીમ, ડીઆઈજી અને આઈજીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને વિસ્ફોટ અંગે તપાસ શરૂ કરી હતી.

NRI ના ઘર પર હુમલો

આ હેન્ડ ગ્રેનેડ એક NRIના ઘરની સામે ફેંકવામાં આવ્યો હતો. ચંદીગઢના પોશ સેક્ટર-10માં આવેલી કોઠી નંબર 575 પર આ હુમલો સાંજે લગભગ 6.30 વાગ્યે થયો હતો. વિસ્ફોટના કારણે આસપાસના ઘરોના કાચ તૂટી ગયા હતા, અને બોમ્બ જેવી આ વસ્તુ કોણે ફેંકી તે અંગે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાના 30 સેકન્ડના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 14મી સેકન્ડે વિસ્ફોટનો અવાજ સંભળાય છે. ડીજીપી સુરેન્દ્ર યાદવ, આઈજી રાજકુમાર, એસપી કંવરદીપ કૌર, એસપી મૃદુલ અને ડીએસપી ગુરુમુખ સહિત નજીકના પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. CFSL ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

શંકાસ્પદ લોકોની ચકાસણી કરવા આદેશ

મોહાલી જિલ્લાના પોલીસ અધિક્ષક (SSP) દ્વારા તમામ અધિકારીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, કારણ કે હુમલાખોરો ઓટોરિક્ષામાં ભાગી ગયા હોવાનું કહેવાય છે. મોહાલી વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનોને સાવચેત રહેવા, પેટ્રોલિંગ વધારવા, અને શંકાસ્પદ લોકોની ચકાસણી કરવા આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  Jammu and Kashmir : વિધાનસભા ચૂંટણી પૂર્વે કઠુઆમાં મોટું ઓપરેશન, 3 આતંકીઓને સુરક્ષાદળોએ કર્યા ઠાર

Tags :
chandigarhChandigarh AttackChandigarh Hand Grenade AttackChandigarh hand grenade blastchandigarh newsgrenadeGrenade NewsGujarat FirstHand GrenadeHand Grenade AttackHand Grenade BlastHand Grenade Blast in Chandigarhhand grenade blast in sector 10 residenceHand Grenade Blast Newshand grenade found in chandigarhHardik ShahSector 10 Hand Grenade Attack
Next Article