Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Central Health Ministry Rules: સરકારી હોસ્પિટલોને લઈ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા....

Central Health Ministry Rules: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Central Health Ministry) દ્વારા તમામ કેન્દ્રીય સરકારી હોસ્પિટલો (Government Hospital) માં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકા (Protocols) મુજબ હવે હેલ્થ વર્કર્સને ડ્યુટી દરમિયાન કોણીની...
11:06 PM Apr 28, 2024 IST | Aviraj Bagda
Central Health Ministry Rules

Central Health Ministry Rules: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Central Health Ministry) દ્વારા તમામ કેન્દ્રીય સરકારી હોસ્પિટલો (Government Hospital) માં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકા (Protocols) મુજબ હવે હેલ્થ વર્કર્સને ડ્યુટી દરમિયાન કોણીની નીચે કોઈપણ પ્રકારની જ્વેલરી (Jewelry) પહેરવાની છૂટ નથી. સરકારી હોસ્પિટલો (Government Hospital) માં રોગના ચેપનું જોખમ ઘટાડવા માટે આ સૂચનાઓ જારી કરવામાં આવી છે.

તાજેતરમાં, આરોગ્ય મંત્રાલય (Central Health Ministry) દ્વારા જારી કરાયેલા એક પાનાના નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાં દર્દીઓ અને સ્ટાફ બંનેની સુરક્ષા અને આરોગ્યની કાળજી રાખવા અને ચેપના ફેલાવાને રોકવા માટે લેવામાં આવી રહ્યા છે. તેના અંતર્ગત ગંભીર બીમારી ધરાવતા દર્દીઓના રૂમ, જેમ કે ICU, HDU અને ઓપરેશન થિયેટરમાં Mobile Phone નો ઉપયોગ ન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેની સાથે ખાસ કરીને કોઈપણ પ્રકારના આભૂષણ જેમ કે બંગડી, બ્રેસ્લેટ, વીટી કે પછી લકીના પહેરવા પર રોક લગાવવામાં આવી છે.

આ પણ વાંચો: Chennai Child Rescue: બાલ્કનીમાં પડેલા શિશુનું દિલ-ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું

મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી ચેપ લાગવાનું જોખમ રહેલું

એક રિપોર્ટ અનુસાર કોણીની નીચે Jewelry પહેરવાથી ત્વચા પર સૂક્ષ્મજીવોની સંખ્યામાં વધારો થાય છે. ખાસ કરીને મહત્વના વિભાગોમાં ફરજ પર હોય ત્યારે Mobile Phone નો ઉપયોગ કરવાથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે. આ ઓર્ડર તમામ હેલ્થકેર કર્મચારીઓ માટે તરત જ લાગુ થશે અને તેમાં તમામ પ્રકારની Jewelry નો સમાવેશ થશે. તે ઉપરાંત હોસ્પિટલોમાં હાથની સ્વચ્છતા અંગેના SOP માં ફેરફાર સાથે ઓપરેશન દરમિયના ઘડીયાળ પહેરવી કે નહીં, તેને લઈ આદેશ જાહેર કરાશે.

આ પણ વાંચો: Unnao Road Accident: UP માં બસ અને ટ્રક વચ્ચે હ્રદય કંપાવી આવે તેવો અકસ્માત સર્જાયો

વિશ્વ સ્તરે જાહેર કરાયેલા અહેવાલોના આંકડા

તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં વિશ્વમાં હોસ્પિટલ-સંબંધિત ચેપની સૌથી વધુ ઘટનાઓ સામે આવી છે. 'Antimicrobial Resistance Addressing a Global Trade to Humanity ના અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વભરમાં દર વર્ષે આવા 136 કરોડ કેસ નોંધાય છે. જેમાં સૌથી વધુ કેસ ચીન, પાકિસ્તાન અને ભારતમાં જોવા મળે છે. 'Healthcare-associated infection surveillance in India મુજબ, ચેપી દર્દીઓની બીમારીમાં વધારો કરી શકે છે, તેમના મૃત્યુનું કારણ બની શકે છે.

આ પણ વાંચો: Atishi : AAP ના કેમ્પેઈન સોંગ પર ECએ લગાવી રોક,આતિશીએ કહી આ વાત

Tags :
Central Health MinistryCetral Health Ministry RulesdoctorsGujaratFirsthealthHealth Ministry RulesHospitalsNational
Next Article