તહેવારની સિઝનમાં જ કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળી ખુશખબરી, મળશે આ મોટો લાભ
- કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળી શકે છે ખુશખબરી
- ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં 3% વધારાની જાહેરાત કરી શકે છે
- આ વધારાનો લાભ લગભગ 1 કરોડ કર્મચારીઓને મળશે
કેન્દ્ર સરકાર તહેવારોની સિઝનમાં પોતાના કર્મચારીઓ અને પેન્શનધારકોને સારા સમાચાર આપવા જઈ રહી છે. મિડીયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં 3% વધારાની જાહેરાત કરી શકે છે. આ વધારો સાતમા પગાર પંચના આધારે કરવામાં આવશે અને જુલાઈ 2024 થી અમલમાં આવશે.
2. 1 કરોડ કર્મચારીઓને મળશે લાભ
આ વધારાનો લાભ લગભગ 1 કરોડ કર્મચારીઓને અને પેન્શનધારકોને મળશે. હવે, કર્મચારીઓને તેમના મૂળભૂત પગારના 50% મોંઘવારી ભથ્થા (DA) તરીકે મળે છે, અને પેન્શનરોને તેમના મૂળભૂત પેન્શનના 50% મોંઘવારી રાહત (DR) મળી રહી છે.
અંતિમ વખત મોંઘવારી ભથ્થામાં વધારો 7 માર્ચ 2024 માં કરાયો હતો
અંતિમ વખત મોંઘવારી ભથ્થામાં વધારો 7 માર્ચ 2024ના રોજ કરવામાં આવ્યો હતો, જે 1 જાન્યુઆરી 2024થી લાગુ થયો હતો. ગયા વર્ષે, 1 જુલાઈ 2023થી લાગુ થનાર મોંઘવારી ભથ્થામાં વધારો 18 ઑક્ટોબર 2023ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.ડીએ રિવિઝન માટે સરકારની સમયમર્યાદાને ધ્યાનમાં રાખતા, આગામી વધારાની જાહેરાત ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે.
કેવી રીતે નક્કી થાય છે મોંઘવારી ભથ્થા
મોંઘવારી ભથ્થાનો વધારો મોંઘવારીના ફેરફાર પર આધાર રાખે છે, જે સીએનપી-આઈડબ્લ્યૂ (CPI-IW) ના આંકડાઓ પર આધારિત છે. આ આંકડાઓ શ્રમ મંત્રાલય દ્વારા દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે. આ આંકડાઓના આધારે મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવે છે.
આ પણ વાંચો : Rajasthan ના સુંધા માતા પર્વત પર આભ ફાટ્યું, મહિલાનું મોત