ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Kisan Andolan: કિસાન આંદોલન મુદ્દે કેન્દ્ર સરકાર માત્ર 1 કલાકમાં નિર્ણય લઈ શકે છેઃ આપ નેતા સંજય સિંઘ

કિસાન આંદોલન હવે વધુ ઉગ્ર બનતું જાય છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાનના કોઈ અણસાર જણાતા નથી. હવે આ આંદોલનમાં રાજકીય રંગ વધુ ઘેરો બનતો જાય છે. ગઈકાલે પંજાબમાં માન સરકારના આદેશ બાદ બોર્ડર પરથી ખેડૂતોને દૂર કરવા માટે કડક પગલા લેવાયા બાદ આજે આપના દિગ્ગજ નેતા સંજય સિંઘનું નિવેદન આવ્યું છે.
05:28 PM Mar 20, 2025 IST | Hardik Prajapati
featuredImage featuredImage
Sanjay Singh Gujarat First

New Delhi: કિસાન આંદોલન મુદ્દે શંભુ અને ખનૌરી સરહદો પર વાતાવરણ તંગ છે. એક વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં સ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. સરહદો બંધ હોવાથી પંજાબના વેપારીઓ અને યુવાનો બહુ ચિંતિત છે. હવે કિસાન આંદોલન મુદ્દે સંજય સિંઘે નિવેદન આપ્યું છે કે, કેન્દ્ર સરકાર ધારે તો માત્ર 1 કલાકમાં આ સમસ્યાના ઉકેલ માટે નિર્ણય લઈ શકે છે. અમે કિસાન વિરોધી કાળા કાયદાઓનો શરૂઆતથી જ વિરોધ કર્યો છે.

રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ

કોંગ્રેસે કિસાન આંદોલન મુદ્દે આપ અને ભાજપ પર વાકપ્રહાર કરી રહી છે. કોંગ્રેસે આપ અને ભાજપ જેવા રાજકીય પક્ષોને ખેડૂત વિરોધી ગણાવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી (AAP)નું કહેવું છે કે, કિસાન આંદોલનને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને શંભુ અને ખનૌરી સરહદો બંધ છે. પંજાબના વેપારીઓ અને યુવાનો ખૂબ જ ચિંતિત છે. જેના કારણે સરહદ પર આંદોલન કરી રહેલા ખેડૂતોને દૂર કરવા આકરા પગલા ભરવા પડ્યાં.

આ પણ વાંચોઃ    Farmers Protest : શંભૂ-ખનૌજ બોર્ડર પરથી ખેડૂતોને હટાવાયા,ડલ્લેવાલ કસ્ટડીમાં

સંજય સિંહે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે જણાવ્યું કે, સમગ્ર સ્થિતિ બગાડવા માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. આખો દેશ જાણે છે કે જ્યારે ત્રણેય કાળા કાયદા લાવ્યા ત્યારે અમે કેવો વિરોધ કર્યો હતો. મને ખેડૂતોની તરફેણ કરવા બદલ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મને ખેંચીને બહાર કાઢવામાં આવ્યો.

કેન્દ્ર સરકાર ધારે 1 કલાકમાં નિર્ણય લઈ શકે છે

સંજય સિંઘે કેન્દ્રમાં રહેલ ભાજપ અને તેના સાથી પક્ષોની ગઠબંધન સરકાર પર કિસાન આંદોલનનો ઉકેલ સમયસર ન લાવવાના આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, આજે ખેડૂતોનો મુદ્દો MSPનો છે, જો કેન્દ્ર સરકાર ઈચ્છે તો એક કલાકમાં નિર્ણય લઈ શકે છે. વિલંબના કારણે પંજાબના લોકોનો રસ્તો મહિનાઓ સુધી રોકાઈ જાય અને જનતા પરેશાન થાય તે કેટલી હદે વ્યાજબી છે? ખેડૂત ભાઈઓએ આ નક્કી કરવું જોઈએ. અમે ખેડૂતોને ટેકો આપ્યો. જ્યારે અરવિંદ કેજરીવાલને તેમની ધરપકડ કરવા માટે સ્ટેડિયમમાં પૂછવામાં આવ્યું તો તેમણે ના પાડી દીધી.

આ પણ વાંચોઃ  Kisan Andolan : શંભુ-ખાનૌરી બોર્ડર પર સ્થિતી તંગ થતા ઇન્ટરનેટ સેવા ઠપ્પ

Tags :
Aam Aadmi PartyArvind KejriwalBJPBlack LawsCentral governmentCongressfarmer protestsGujarat FirstGUJARAT FIRST NEWSminimum support pricePolitical Blame GameSanjay SinghShambhu and Khanauri Borders