Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CBSE Result : CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, દીકરીઓએ મારી બાજી

CBSE Result : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નું આજે ​​ ધોરણ 12 નું પરિણામ જાહેર કર્યું છે. 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં હાજર રહેલા તમામ લોકો CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પરથી તેમનું પરિણામ ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓ CBSE ધોરણ...
cbse result   cbse ધોરણ 12નું પરિણામ જાહેર  દીકરીઓએ મારી બાજી

CBSE Result : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નું આજે ​​ ધોરણ 12 નું પરિણામ જાહેર કર્યું છે. 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં હાજર રહેલા તમામ લોકો CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પરથી તેમનું પરિણામ ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓ CBSE ધોરણ 12 નું પરિણામ સત્તાવાર વેબસાઇટ્સ cbseresults.nic.in અને cbse.gov.in અને DigiLocker સહિત અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકે છે.આ વર્ષે CBSE ધોરણ 12 ની પાસ ટકાવારી 87.98 ટકા છે જે ગયા વર્ષના 87.33% કરતા 0.65 ટકા વધુ છે. જાહેર થયેલા પરિણામ મુજબ, 24,000 થી વધુ ઉમેદવારોએ 95 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે અને 1.16 લાખથી વધુ ઉમેદવારોએ 90 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે.

Advertisement

Advertisement

CBSE બોર્ડ પરિણામ 2024

છોકરીઓની પાસ થવાની ટકાવારી- 91.52
છોકરાઓની પાસ થવાની ટકાવારી- 85.12
ટ્રાન્સજેન્ડરની પાસ ટકાવારી – 50.00

Advertisement

CBSE બોર્ડ ધોરણ 12 ની પરીક્ષા 7126 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ વર્ષે ધોરણ 12માં કુલ 1,63,3730 વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1621224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વર્ષ 2024માં 1426420એ 12માની પરીક્ષા આપી હતી. આ વર્ષે એકંદરે પાસ થવાની ટકાવારી 87.98 રહી છે. ગયા વર્ષે (2023) એકંદરે પાસની ટકાવારી 87.33 હતી. એટલે કે આ વર્ષે પરિણામમાં 0.65 ટકાનો વધારો થયો છે.

તિરુવનંતપુરમના વિદ્યાર્થીઓ જીત્યા

મળતી માહિતી મુજબ આ વર્ષે સૌથી સારું પરિણામ તિરુવનંતપુરમનું આવ્યું છે. આ રાજ્યની પાસ થવાની ટકાવારી 99.91% છે. વિજયવાડા 99.04 ટકા સાથે બીજા સ્થાને છે. ચેન્નાઈના વિદ્યાર્થીઓએ 98.47 ટકા સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

24068 વિદ્યાર્થીઓના 95% કરતા વધુ ગુણ

CBSE બોર્ડની ધોરણ 12મી 2024ની પરીક્ષામાં 116145 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. તે જ સમયે, 24068 વિદ્યાર્થીઓ એવા છે જેમણે 95 ટકા કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે. 122170 વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવી પડશે, જેનું સમયપત્રક બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આ  પણ  વાંચો- Rajasthan : એરપોર્ટ બાદ 6 થી વધુ શાળાઓને મળી બોમ્બની ધમકી, બાળકોને બહાર કાઢ્યા…

આ  પણ  વાંચો- Lok Sabha Election-PM મોદીએ ઊજવ્યો ‘મધર્સ ડે’ અને એ ય અનોખી રીતે

આ  પણ  વાંચો- Arvind Kejriwal પર સ્વાતિ માલીવાલનો સનસનાટીભર્યો આરોપ, પૂર્વ PA દ્વારા માર મારવામાં આવ્યો…

Tags :
Advertisement

.