Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાવધાન! આગામી ત્રણ દિવસ 14 રાજ્યો માટે ભારે, તોફાન- વરસાદ માટે રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી આગાહી પૂર્વોત્તરમાં સૌથી વધારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી ગુજરાતમાં પણ હળવાથી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ નવી દિલ્હી : પ્રદેશના ત્રણ જિલ્લામાં પુર આવી શકે છે. પૂર્વોત્તરમાં નાગાલેન્ડ,મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં કેટલાક...
સાવધાન  આગામી ત્રણ દિવસ 14 રાજ્યો માટે ભારે  તોફાન  વરસાદ માટે રેડ એલર્ટ
  • હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી આગાહી
  • પૂર્વોત્તરમાં સૌથી વધારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી
  • ગુજરાતમાં પણ હળવાથી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ

નવી દિલ્હી : પ્રદેશના ત્રણ જિલ્લામાં પુર આવી શકે છે. પૂર્વોત્તરમાં નાગાલેન્ડ,મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં કેટલાક સ્થળો પર પણ ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. બાંગ્લાદેશના કિનારાના વિસ્તારોમાં નવું લો પ્રેશ બનવાના કારણે ઓરિસ્સામાં ભારે વરસાદની સંભાવના છે.

Advertisement

14 રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુરૂવારે 14 રાજ્યોમાં આગામી બેથી 3 દિવસમાં તોફાની હવા અને ભારે વરસાદની ચેતવણી આપી છે. મધ્ય ભારતમાં બની રહેલા દબાણ ક્ષેત્રના કારણે દિલ્હી, યુપી, બિહાર, ઝારખંડ, ઉતરાખંડ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક હિસ્સાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 24 કલાકમાં ઉત્તરી મધ્ય પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના કેટલાક હિસ્સાઓમાં 55 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે.

હિમાચલના ત્રણ જિલ્લાઓમાં પુરનું રેડ એલર્ટ

હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓમાં પુર આવી શકે છે. પૂર્વોત્તરમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં કેટલાક સ્થળ પર પણ ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. બાંગ્લાદેશના કિનારાના ક્ષેત્રોમાં લોપ્રેશન બનવાનાં કારણે ઓરિસ્સામાં વરસાદ થવાની શક્યતા છે. બિહારના અલગ અલગ જિલ્લાઓમાં યેલો અને ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પૂર્વ અને પશ્ચિમી મધ્ય પ્રદેશના કેટલાક હિસ્સાઓમાં અચાનક પુર આવવાની ચેતવણી ઉચ્ચારી છે.

Advertisement

આ પણ વાંચો : Patan: સરસ્વતી નદીમાં 7 લોકો ડુબ્યાનો હ્રદય કંપાવતો વીડિયો! એક જ પરિવારના ચાર લોકોનું...

કેમ ભારે વરસાદની સ્થિતિ

મધ્ય ભારતમાં ઉત્પન્ન દબાણ ક્ષેત્રના કારણે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દબાણ ક્ષેત્ર ગ્વાલિયરની નજીક શહેરથી લગભગ 50 કિલોમીટર ઉત્તરમાં અને આગરાથી 60 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં આવેલું છે. ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટે કહ્યું કે, આગામી 24 કલાકમાં તેના ઉત્તર-ઉત્તર પૂર્વી દિશામાં આગળ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો :Kejriwalને જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ, આ શરતોએ મળ્યા જામીન...

6 ડિગ્રી ઘટ્યો રાજસ્થાનનો પારો

રાજધાની દિલ્હીના આકાશ પર ગુરૂવારે પણ આખો દિવસ વાદળો છવાયેલો રહ્યો.અનેક સ્થળો પર હળવો વરસાદ પણ થયો હતો. મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. દિલ્હીની માનક વેધશાળા સફદરગંજમાં દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 6 ડિગ્રી ઓછું નોંધાયું. હવામાન વિભાગે શુક્રવાર માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. અનેક સ્થળો પર ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો :MP : દતિયામાં 400 વર્ષ જૂના કિલ્લાની દિવાલ ધરાશાયી, 9 લોકો કાટમાળ નીચે દટાયા, 7 ના મોત

યુપીમાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો

ઉત્તર પ્રદેશમાં બે દિવસથી થઇ રહેલા વરસાદના કારણે 23 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે હવામાન વિભાગના અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થશે. ગત્ત 24 કલાકમાં હાથરસમાં સૌથી વધારે 186 મિમી વરસાદ થયો. બુલંદશહેર અને સંભલમાં શુક્રવારે 1થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો :PM મોદીના હસ્તક્ષેપ બાદ રશિયન સેનામાં ફસાયેલા 45 ભારતીયો મુક્ત, હજુ 50 બાકી...

Tags :
Advertisement

.