Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફિલ્મી ડાયલોગના કારણે Mithun Chakraborty વિરુદ્ધ નોંધાયો કેસ

મિથુન ચક્રવર્તી વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન બદલ કેસ નોંધાયો બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિરુદ્ધ FIR ભાજપ સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં મિથુન ચક્રવર્તીએ ફિલ્મી ડાયલોગનો ઉપયોગ કર્યો હતો FIR registered against Mithun Chakraborty : બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા મિથુન...
ફિલ્મી ડાયલોગના કારણે mithun chakraborty વિરુદ્ધ નોંધાયો કેસ
  • મિથુન ચક્રવર્તી વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન બદલ કેસ નોંધાયો
  • બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિરુદ્ધ FIR
  • ભાજપ સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં મિથુન ચક્રવર્તીએ ફિલ્મી ડાયલોગનો ઉપયોગ કર્યો હતો

FIR registered against Mithun Chakraborty : બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા મિથુન ચક્રવર્તી હાલ વિવાદમાં આવ્યા છે. ભાજપના આ દિગ્ગજ નેતા મિથુન ચક્રવર્તી વિરુદ્ધ કોલકાતામાં ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ કેસ દાખલ થયો છે. મિથુન ચક્રવર્તીનો આ વિવાદિત નિવેદન પશ્ચિમ બંગાળમાં થયેલા ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર હતા.

Advertisement

ઉશ્કેરણીજનક નિવેદનના કારણે વિવાદ

27 ઓક્ટોબરે યોજાયેલા ભાજપ સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં મિથુન ચક્રવર્તીએ તેમના એક લોકપ્રિય ફિલ્મી ડાયલોગનો ઉપયોગ કર્યો, "જો તમે અમારી શાખાનું એક ફળ તોડી નાખશો તો અમે ચાર તોડીશું," જેનો અર્થ લોકોએ ઉશ્કેરણીજનક અને ધમકાવનારું લીધો છે. મિથુનના આ નિવેદનને કારણે રાજકીય માહોલ તંગ બન્યો છે. આ નિવેદન પછી રાજ્યના ઘણા રાજકીય અને સામાજિક સંગઠનોમાં આક્રોશ ફેલાયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે મિથુનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા.

Advertisement

મુલાકાત દરમિયાન વિવાદ ઉઠ્યો

કોલકાતા નજીકના બિધાનનગર પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરાયો છે. આ કેસ એક સ્થાનિક રેસિડન્ટ કૌશિક શાહના ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો છે. શાહે મિથુનના ભાષણને "ભડકાઉ" ગણાવીને આરોપ લગાવ્યો છે કે આ નિવેદન રાજ્યમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાને અસર કરી શકે છે. કૌશિક શાહે મિથુનના આ ભાષણને "અત્યંત જોખમવાળું" ગણાવ્યું છે અને કહ્યું કે આ ટિપ્પણીથી જનતામાં ઊંડી ઉશ્કેરણી ફેલાઈ શકે છે, જેના કારણે રાજ્યમાં અશાંતિનો માહોલ ઉદ્ભવી શકે છે.

મિથુન ચક્રવર્તીએ શું કહ્યું હતું?

મિથુન ચક્રવર્તીએ કહ્યું હતું કે, 'જો તમે અમારી શાખાનું એક ફળ તોડી નાખો તો અમે ચાર તોડીશું', જે ફિલ્મનો ડાયલોગ હતો. આ નિવેદનને લઈને અનેક રાજકીય અને સામાજિક સંગઠનોમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમના નિવેદનને કાયદો અને વ્યવસ્થાને અસર કરનાર અને ઉશ્કેરણીજનક માનવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થિતિ વધુ તંગ બની શકે છે.

Advertisement

આ પણ વાંચો:  Helena Luke Passed Away:મિથુન ચક્રવર્તીની એક્સ વાઈફનું નિધન, 'મર્દ'માં અમિતાભ બચ્ચન સાથે કર્યું હતું કામ

Tags :
Advertisement

.