Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Joe biden: શું 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ બાઈડેન ભારત નહીં આવી શકે?

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બાઈડેનને નિમંત્રણ આપ્યું હતું શું અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે? વાસ્તવમાં, આ પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવી રહ્યો છે કારણ કે ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટ્ટીએ સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે વડાપ્રધાન...
joe biden  શું 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ બાઈડેન ભારત નહીં આવી શકે

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બાઈડેનને નિમંત્રણ આપ્યું હતું

Advertisement

શું અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે? વાસ્તવમાં, આ પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવી રહ્યો છે કારણ કે ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટ્ટીએ સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ આવતા વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિ બાઈડેનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. પરંતુ હવે ગણતંત્ર દિવસ પર બાઈડેનનું ભારતમાં આવવું તેની શક્યતાઓ ઘટાડો થઈ રહ્યો છે. કારણ કે આ માહિતી સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે 26 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં બાઈડેનના આવવાની આશા ના બરાબર છે.

બાઈડેનની આવવાની શક્યતાઓ ઓછી

Advertisement

જ્યારે ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ કહ્યું હતું કે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બિડેનને આવતા વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. તે જ સમયે ભારતે આમંત્રણ પર કોઈ ટિપ્પણી કરી ન હતી. જો કે, જો બાઈડેન આ આમંત્રણનો સ્વીકાર કરે છે, તો તે બરાક ઓબામા પછી બીજા યુએસ પ્રમુખ હશે જેઓ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામે આવશે. કારણ કે ઓબામાએ 2015માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

રાષ્ટ્રપતિ બન્યા પછી ભારતમાં પ્રથમ વખત બાઈડેન આવ્યાં

Advertisement

2024ના છેલ્લા મહિનામાં ભારતમાં ક્વાડ સમિટનો પ્રસ્તાવ છે. તાજેતરમાં જ જી20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. રાષ્ટ્રપતિ બન્યા બાદ બાઈડેનની આ પ્રથમ દેશની મુલાકાત હતી. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હતા.

આ પણ વાંચો: ફારૂક અબ્દુલ્લાએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કહ્યું- ‘જમ્મુ-કાશ્મીરને નર્કમાં જવા દો…’

Tags :
Advertisement

.