Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CAA Law Deatails: શા માટે ભારતીય મુસ્લિમો CAA નો વિરોધ કરી રહ્યા છે ?

CAA Law Deatails: કેન્દ્ર સરકાર દ્વારા CAA વિવિધ રાજ્યોમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. આજરોજ ફરી એકવાર કેન્દ્ર ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા CAA ને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. CAA શું છે? શું CAA બંધારણીય...
caa law deatails  શા માટે ભારતીય મુસ્લિમો caa નો વિરોધ કરી રહ્યા છે

CAA Law Deatails: કેન્દ્ર સરકાર દ્વારા CAA વિવિધ રાજ્યોમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. આજરોજ ફરી એકવાર કેન્દ્ર ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા CAA ને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

  • CAA શું છે?
  • શું CAA બંધારણીય છે?
  • નાગરિકતા માટેની અરજી કેવી રીતે કરવામાં આવશે?
  • મુસ્લિમો કેમ કરી રહ્યા છે CAAનો વિરોધ?

જો કે લોકસભાની ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં CAA સ્થાપિત કરવાનો ઉદ્દેશ છે. ત્યારે કેન્દ્ર ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા દેશમાં CAA લાગુ કરવામાં આવશે.

CAA શું છે ?

CAA (Citizenship Amendment Act) નું સંપૂર્ણ નામ નાગરિકતા સંશોધન કાયદો છે. નાગરિકતા સુધારો અધિનિયમ, 2019 એ એક કાયદો છે જેના હેઠળ છ ધાર્મિક લઘુમતીઓ (હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ) ડિસેમ્બર 2014 પહેલા ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હતા. તેમને નાગરિકતા આપવામાં આવશે. આનાથી ભારતમાં લાંબા સમયથી આશરો લઈ રહેલા લોકોને મોટી રાહત મળશે.

Advertisement

શું CAA બંધારણીય છે ?

CAA વર્ષ 2019 માં 11 ડિસેમ્બરે ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું. તેની તરફેણમાં 125 અને તેની વિરુદ્ધ 105 મતો પડ્યા હતા. રાષ્ટ્રપતિએ 12 ડિસેમ્બરે આ બિલને મંજૂરી આપી હતી.

Advertisement

નાગરિકતા માટેની અરજી કેવી રીતે કરવામાં આવશે ?

CAA હેઠળ નાગરિકતા મેળવવા માટેની અરજી માત્ર ઓનલાઈન હશે. આ અંગે એક ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. નાગરિકતા મેળવવા માટે, અરજદારોએ તેઓ કયા વર્ષમાં ભારત આવ્યા હતા તે દર્શાવવું પડશે. અરજદાર પાસેથી કોઈપણ પ્રકારના દસ્તાવેજ માંગવામાં આવશે નહીં. ગૃહ મંત્રાલય અરજીની તપાસ કરશે અને અરજદારને નાગરિકતા આપવામાં આવશે.

મુસ્લિમો કેમ કરી રહ્યા છે CAAનો વિરોધ ?

CAA નો સૌથી વધુ વિરોધ મુસ્લિમો કરી રહ્યા છે. આ કાયદામાં આ ત્રણ દેશોમાંથી આવતા મુસ્લિમોને નાગરિકતા આપવાથી બાકાત રાખવામાં આવ્યા છે. આ કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે અને ભારતમાં સમાનતાની બંધારણીય ગેરંટીનું ઉલ્લંઘન કરે છે.

આ પણ વાંચો: Live PM Narendra Modi Lok Sabha: આ પાંચ વર્ષ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાંસફોર્મ દેશ માટે સાબિત થશે

Tags :
Advertisement

.