Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CAA Indian Citizenship: ભારતે પાડોશી દેશમાંથી આવેલા આટલા લોકોને સોંપી ભારતીય નાગરિકતા

CAA Indian Citizenship: કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Home Ministry Office) એ CAA (Citizenship Amendment Act) હેઠળ નાગરિકતા પ્રમાણપત્ર (Indian Citizenship) મેળવનારની પ્રથમ યાદી જાહેર કરી છે. CAA ની પ્રથમ યાદી પ્રમાણે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં કુલ 14 લોકોને ભારતીય નાગરિક (Indian...
06:42 PM May 15, 2024 IST | Aviraj Bagda
CAA Indian Citizenship

CAA Indian Citizenship: કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Home Ministry Office) એ CAA (Citizenship Amendment Act) હેઠળ નાગરિકતા પ્રમાણપત્ર (Indian Citizenship) મેળવનારની પ્રથમ યાદી જાહેર કરી છે. CAA ની પ્રથમ યાદી પ્રમાણે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં કુલ 14 લોકોને ભારતીય નાગરિક (Indian Citizenship) હોવાનું પ્રમાણપત્ર સોંપ્યું છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ નવી દિલ્હી (New Delhi) માં પ્રથમ 14 લોકોને CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્રો આપ્યા .

આ દરમિયાન સેક્રેટરી પોસ્ટ્સ, ડાયરેક્ટર (આઈબી), રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્રોની પ્રથમ યાદી આજરોજ બહાર પાડવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા 14 લોકોને Indian Citizenship પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. CAA પ્રમાણપત્ર જારી કર્યા પછી, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં વસવાટ કરી રહેલા બિન-મુસ્લિમ પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ થઈ.

આ પણ વાંચો: Amritpal Singh News: વારિસ પંજાબ દેના પ્રમુખ જેલમાંથી પંજાબની પ્રસિદ્ધ બેઠક પરથી લડશે ચૂંટણી

ભારત સરકારે કાયદો ડિસેમ્બરમાં જાહેર કર્યો હતો

કેન્દ્ર સરકારના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ (Union Home Secretary Ajay Kumar Bhalla) નિયુક્ત પોર્ટલ દ્વારા 14 લોકોને તેમની અરજીઓની પ્રક્રિયા ઓનલાઈન કર્યા બાદ પ્રમાણપત્રો સોંપ્યા છે. CAA ને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી સ્થાળાંતર કરીને આવેલા નાગરિકો માટે ભારત સરકારે કાયદો ડિસેમ્બરમાં જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: Sachin Tendulkar ની સુરક્ષા માટે તૈનાત SRPF જવાને ગોળી મારી આત્મહત્યા કરી, જાણો સમગ્ર મામલો…

CAA ના કાયદાને 11 માર્ચે અમલમાં મૂકાયો હતો

જેમાં હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે.CAA નો કાયદો બન્યા બાદ રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી, પરંતુ જે નિયમો હેઠળ Indian Citizenship આપવામાં આવી હતી તે નિયમો ચાર વર્ષથી વધુ સમયના વિલંબ પછી આ વર્ષે 11 માર્ચે બહાર પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Andhra Pradesh માં ગંભીર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 6 લોકો જીવતા ભૂંજાયા…

Tags :
AfghanistanBangladeshCAACAA Indian CitizenshipHome Ministry Officeindian citizenshipPakistanUnion Home Secretary
Next Article