Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SP નેતા પર બુલ્ડોઝર કાર્યવાહી, PM મોદી પર કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી

હાજી રઝા વિરુદ્ધ સરકારની કડક કાર્યવાહી PM મોદી વિરુદ્ધ કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી હાજી રઝા વિરુદ્ધ SIT તપાસની માગણી Bulldozer Action on SP Leader Haji Raza : ઉત્તર પ્રદેશના ફતેહપુર શહેરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ વિવાદાસ્પદ...
sp નેતા પર બુલ્ડોઝર કાર્યવાહી  pm મોદી પર કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી
  • હાજી રઝા વિરુદ્ધ સરકારની કડક કાર્યવાહી
  • PM મોદી વિરુદ્ધ કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી
  • હાજી રઝા વિરુદ્ધ SIT તપાસની માગણી

Bulldozer Action on SP Leader Haji Raza : ઉત્તર પ્રદેશના ફતેહપુર શહેરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરનારા સમાજવાદી પાર્ટી (SP) ના નેતા હાજી રઝા (Haji Raza) સામે વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બકરગંજ વિસ્તારમાં ખોટા નકશા પર બાંધાયેલી ત્રણ માળની બિલ્ડિંગને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત રહ્યો હતો.

Advertisement

સુરક્ષા બંદોબસ્ત સાથે કરાઈ કાર્યવાહી

જ્યારે પોલીસ અને પીએસીના દળો બકરગંજમાં તૈનાત કરવામાં આવ્યા, ત્યારે એસડીએમ સદર પ્રદીપ રમણ તથા મહેસૂલ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. સ્થાનિક કોર્પોરેશન અધિકારીઓએ તરત જ સૂચના પર, હાજી રઝાના નામે આવેલી નિર્માણાધીન બિલ્ડિંગને તોડી નાખી હતી. એસડીએમએ જણાવ્યું કે આ બિલ્ડિંગ, હાજી રઝા સિવાય અન્ય બે લોકોના નામે છે અને ખોટા નકશાનો ઉપયોગ કરીને બાંધવામાં આવી રહી છે. આ પહેલા, લોકસભા ચૂંટણી દરમિયાન સપાના ઉમેદવાર ઉત્તમ પટેલની જીત પર આયોજિત કાર્યક્રમમાં, સપાના નેતા હાજી રઝાએ વડાપ્રધાન મોદીની વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. આ ઘટનાને લઈને, સ્થાનિક ભાજપ નેતાએ હાજી રઝા સામે કેસ દાખલ કર્યો હતો.

Advertisement

SIT તપાસની માંગ

હાજી રઝા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની ઘણી ફરિયાદો સરકારી સ્તરે કરી ગઈ હતી. પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને આ ગુનાહિત ઈતિહાસ અને અન્ય મુદ્દાઓની SIT તપાસ કરાવવાની માગણી કરી છે.

આ પણ વાંચો:  નબન્ના રેલી પહેલા 4 વિદ્યાર્થીઓ ગુમ થયા, CM મમતા પર BJP એ લગાવ્યો આરોપ

Advertisement

Tags :
Advertisement

.