Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અચાનક શરૂ થઇ વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યા, ઘણા ગામોથી આવી ફરિયાદ

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ટાલ પડવાની અસામાન્ય સમસ્યાએ ખળભળાટ મચાવ્યો છે. જિલ્લાના શેગાંવ તાલુકાના અનેક ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી 30થી વધુ લોકોને અચાનક વાળ ખરવા અને ટાલ પડવાની તકલીફ થઈ છે. કલવાડ, બોંડગાંવ અને હિંગણા ગામોમાં આ સમસ્યા વિશેષ રીતે સામે આવી છે.
અચાનક શરૂ થઇ વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યા  ઘણા ગામોથી આવી ફરિયાદ
Advertisement
  • બુલઢાણામાં ટાલ પડવાની અસામાન્ય સમસ્યા
  • 30થી વધુ લોકોને અચાનક પડી ટાલ
  • બુલઢાણાના ગ્રામજનોની ચિંતાજનક હાલત
  • પાણીના દૂષણના કારણે વાળની સમસ્યા વધી હોવાનો અનુમાન
  • ત્વચારોગ નિષ્ણાતોની મદદથી સારવાર લેવાઇ રહી છે
  • બુલઢાણામાં ટાલ પડવાની ઘટના: આરોગ્ય તંત્ર સજાગ
  • બુલઢાણામાં પાણીના નમૂનાઓનું ટેસ્ટિંગ શરૂ
  • ટાલ પડવાની સમસ્યાએ આરોગ્ય તંત્રને દોડતું કર્યું

Hair loss in Buldhana District : મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ટાલ પડવાની અસામાન્ય સમસ્યાએ ખળભળાટ મચાવ્યો છે. જિલ્લાના શેગાંવ તાલુકાના અનેક ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી 30થી વધુ લોકોને અચાનક વાળ ખરવા અને ટાલ પડવાની તકલીફ થઈ છે. કલવાડ, બોંડગાંવ અને હિંગણા ગામોમાં આ સમસ્યા વિશેષ રીતે સામે આવી છે. સ્થાનિક લોકોનએ થઇ રહેલી આ સમસ્યાએ આરોગ્ય તંત્રને સક્રિય બનવામાં મજબૂર કર્યુ છે.

Advertisement

પાણીના નમૂનાઓનું ટેસ્ટિંગ શરૂ

બુલઢાણા જિલ્લાના ગામડાઓમાં લોકોના વાળ ખરી રહ્યા છે અથવા ટાલ પડી રહી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. લોકોએ થોડા દિવસોમાં અચાનક વાળ ખરવાની અને ટાલ પડવાની ફરિયાદ કર્યા પછી સત્તાવાળાઓએ સંભવિત દૂષણને નકારી કાઢવા માટે સ્થાનિક પાણીના સ્ત્રોતોનું પરીક્ષણ શરૂ કર્યું છે. જિલ્લા આરોગ્ય તંત્રે પાણીના સંભવિત દૂષણની તપાસ માટે પાણીના નમૂનાઓ એકત્ર કરીને પરીક્ષણ માટે મોકલ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં હજુ સુધી તર્કસંગત કારણો સામે આવ્યા નથી, પરંતુ દૂષિત પાણી આ સમસ્યાનું એક કારણ હોઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લા પરિષદના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે દરમિયાન શેગાંવ તાલુકાના કલવાડ, બોંડગાંવ અને હિંગણા ગામોના 30 થી વધુ લોકો વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યાથી પીડાતા જોવા મળ્યા હતા.

Advertisement

દર્દીઓની સારવાર શરૂ

બહેકરે મંગળવારે જણાવ્યું હતું કે, આરોગ્ય તંત્રએ તરત જ અસરગ્રસ્ત લોકોને તબીબી સારવાર આપવાની શરૂઆત કરી છે. મળતી માહિતી અનુસાર, ત્વચારોગના નિષ્ણાતોની સલાહ દ્વારા લક્ષણોના આધારે દર્દીઓને નિદાન અને ઉપચાર આપવામાં આવી રહ્યા છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને જિલ્લા પરિષદે ગામડાઓમાં આરોગ્ય સર્વે પણ હાથ ધર્યું છે.

Advertisement

આ પણ વાંચો :  શું તમારે પણ નસકોરા બોલે છે? તો તમને છે આ 3 ગંભીર બિમારીઓનો ખતરો, જાણો શું કહે છે એક્સપર્ટ

Tags :
Advertisement

Trending News

.

×