Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બ્રિજભૂષણ શરણ સિંહે યૌન ઉત્પીડનના આરોપો પર પોતાનું મૌન તોડ્યું, કોંગ્રેસ પર લગાવ્યો ષડયંત્રનો આરોપ

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે (BJP leader Brijbhushan Sharan Singh)  તેમના પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપો (sexual harassment allegations) પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, 'જ્યારે મારા પર આરોપો લગાવવામાં...
09:40 PM Sep 05, 2024 IST | Hardik Shah
Brij Bhushan Sharan Singh

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે (BJP leader Brijbhushan Sharan Singh)  તેમના પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપો (sexual harassment allegations) પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, 'જ્યારે મારા પર આરોપો લગાવવામાં આવ્યા ત્યારે મેં કહ્યું હતું કે આ કોંગ્રેસ, દીપેન્દ્ર હુડ્ડા અને ભૂપેન્દ્ર હુડ્ડાનું ષડયંત્ર છે. મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ દેશને કહી રહ્યો છું. હવે મારે આ વિશે કશું કહેવાની જરૂર નથી.

આક્ષેપ અને પુરાવા

બ્રિજભૂષણ શરણ સિંહે (Brijbhushan Sharan Singh) ઉત્તર પ્રદેશના ગોંડામાં એક સભા દરમિયાન જણાવ્યું કે, તેમના પર લગાવવામાં આવેલા આરોપો દરમિયાન તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે આ પાછળ Congress Party નું સંચાલિત ષડયંત્ર છે. તેમણે એ પણ દાવો કર્યો કે આ વાતને સાબિત કરવા માટે તેમની પાસે ઓડિયો ક્લિપ છે જે તેઓ કોઇ પણ સમયે પુરાવા તરીકે રજૂ કરી શકે છે. અહીંયા નોંધવું જરૂરી છે કે, ભાજપના નેતાએ 6 મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલી યૌન ઉત્પીડનના કેસમાં તેમની સામે દાખલ કરાયેલી FIR અને આરોપોને રદ કરવાની માંગ સાથે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. જણાવી દઇએ કે, ગયા અઠવાડિયે, દિલ્હી હાઈકોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહને જાતીય સતામણીના એક કેસમાં આરોપો ઘડ્યા પછી ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને રદ કરવા માટે અરજી દાખલ કરવા બદલ ફટકાર લગાવી હતી.

શું છે સમગ્ર મામલો?

બ્રિજભૂષણ શરણ સિંહ (Brijbhushan Sharan Singh) પર 6 કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેમની ફરિયાદોના આધારે, દિલ્હી પોલીસે મે 2023 માં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી કૈસરગંજના ભૂતપૂર્વ સાંસદ વિરુદ્ધ FIR દાખલ કરી હતી. 21મી મેના રોજ, ટ્રાયલ કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણી, ધાકધમકી અને મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડવા સહિત અનેક આરોપો ઘડ્યા હતા. કોર્ટે સહ-આરોપી અને ભૂતપૂર્વ WFI સહાયક સચિવ વિનોદ તોમર પર પણ ફોજદારી ધમકીનો આરોપ મૂક્યો હતો.

આ પણ વાંચો:  ભાગો ભાગો ભેડિયા આયા, બહરાઈચ બાદ બરેલીમાં વરુઓની દસ્તક!

Tags :
Brij Bhushan on sexual allegationsBrij bhushan Sharan SinghBrij Bhushan Sharan Singh CaseBrij Bhushan Sharan Singh Newsbrij bhushan sharan singh on female wrestler sexual harassment caseBrijbhushan Sharan SinghCongress Leader Bhupendra HoodaCongress leader Deepender Hoodafemale wrestler sexual harassment casefemale wrestler sexual harassment case congress conspiracyGujarat FirstHardik Shah
Next Article