BRICS Summit : એક ધરતી, એક ભવિષ્ય BRICS દેશો માટે મહત્વના છે : PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકામાં આયોજિત BRICS સમિટને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન બ્રિક્સની સિદ્ધિઓની ગણતરી કરતી વખતે તેમણે કહ્યું હતું કે, એક ધરતી, એક ભવિષ્ય BRICS દેશો માટે મહત્વના છે અને ભારતના BRICS દેશો સાથે ખુબ જ ઘનિષ્ઠ સંબંધ છે. તેમની દેશો સાથે થયેલી બેઠકના અનેક સકારાત્મક પરિણામ સામે આવ્યા છે
BRICS સંમેલનમાં PM મોદીએ નિવેદન આપ્યું છે. તેમણે વિદેશની ધરતી પર ભારતના ચંદ્રાયાનની સફળતાના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, ચંદ્રયાન -3ની સફળતા માનવજાત માટે મહત્વપૂર્ણ છે. સાથે જ તેમણે ચંદ્રયાન -3નું સોફ્ટ લેન્ડીંગ વિશ્વના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિ ગણાવી હતી.
તમામ નવા 6 દેશોનું BRICSમાં સ્વાગત છે:PM
બ્રિક્સ દેશોના જૂથે છ નવા દેશોને તેમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ત્રણ દિવસીય સમિટમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા આ વિષય પર વિગતવાર ચર્ચા કરવા માટે ભેગા થયા હતા. બ્રિક્સ દેશોના તમામ નેતાઓએ આજે તેના વિસ્તરણની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ 6 દેશોનું સ્વાગત કર્યું હતું.દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું હતું કે આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતને વિસ્તરણના પ્રથમ તબક્કામાં બ્રિક્સમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. નવી સદસ્યતા 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે.
દેશો સાથે ભારતના ઘણા સારા સંબંધો
PM મોદીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, 'હું આ દેશોના નેતાઓ અને ત્યાંના નાગરિકોને અભિનંદન આપું છું. અમે સાથે મળીને બ્રિક્સને નવી ગતિ આપીશું. આ દેશો સાથે ભારતના ઘણા સારા સંબંધો છે. બ્રિક્સ દ્વારા આપણા સંબંધો વધુ ગાઢ બનશે. બ્રિક્સનું વિસ્તરણ એ સંકેત છે કે વિશ્વની તમામ સંસ્થાઓએ વર્તમાન સમય અનુસાર પોતાની જાતને બદલવી જોઈએ.
ચંદ્રયાન પર મળેલા અભિનંદન બદલ આભાર:PM
આ દરમિયાન તેમણે ચંદ્રયાનની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે તમામ દેશોમાંથી મળી રહેલી શુભકામનાઓ બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે જે જગ્યાએ ચંદ્રયાન લેન્ડ થયું છે તે ખૂબ જ મુશ્કેલ વિસ્તાર છે. પ્રાપ્ત થયેલા અભિનંદન સંદેશા બદલ હું વૈજ્ઞાનિક સમુદાયનો આભાર માનું છું.આ પહેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું હતું કે ગઈકાલે અમે ચંદ્ર પર ચંદ્ર મોડ્યુલ લેન્ડ કરવા બદલ ભારતને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો -ચંદ્રયાન-3ની સફળતા પછી બ્રિક્સ સમેંલનમાં છવાઇ ગયા PM મોદી, ચારે તરફથી અભિનંદનની વર્ષા