Married woman એ લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું હોવાનો દાવો ના કરી શકે: Bombay High Court
- Bombay High Court એ દુષ્કર્મના કેસમાં મહિલાને ફટકાર લગાવી
- વિશાલ શિંદેએ મિત્રતા કેળવી મહિલા સાથે દુષ્કર્મ કર્યું
- તે ઉપરાંત વિશાલ શિંદે વીડિયો પણ બનાવ્યો હતો
Bombay High Court On Married woman : Bombay High Court એ તાજેતરમાં એક ચોંકાવનારો આદેશ જાહેર કર્યો છે. Bombay High Court માં આજરોજ એક મહિલા સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કર્યું હોવાનો પુરુષ પર આરોપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આજરોજ આ મામલે થયેલી Bombay High Court માં સુનાવણી દરમિયાન Bombay High Court એ અનોખો નિર્ણય રજૂ કર્યો છે. જોકે આ નિર્ણયને મોટાભાગના લોકો વખોડી રહ્યા છે.
Bombay High Court એ દુષ્કર્મના કેસમાં મહિલાને ફટકાર લગાવી
Bombay High Court માં આજરોજ દુષ્કર્મ મામલે થયેલી સુનાવણીમાં કોર્ટે જાહેર કર્યું છે કે, કોઈપણ મહિલા પરિણીત મહિલા અન્ય પુરુષ પર લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કર્યું હોવાનો દાવો કરી શકે નહીં. જોકે આ નિર્ણય Bombay High Court માં ન્યાયાધીશ પીતાલેએ મહિલાને ફટકાર્યો હતો. તો દુષ્કર્મના કેસમાં પોલીસ ધરપકડ કરેલા પુણેના યુવક વિરુદ્ધ પરિણીત મહિલાએ દુષ્કર્મ કર્યું હોવાનો દાવો કર્યો હતો. ત્યારે પોલીસે આરોપી વિશાલ શિંદેને પકડીને Bombay High Court ની સામે રજૂ કર્યો હતો.
આ પણ વાંચો: Karnataka High Court એ દંપતીને છૂટાછેડા માટે કોર્ટ નહીં, સ્વામીજી પાસે....
Married woman can't claim she was raped on pretext of marriage: Bombay High Court
Read more: https://t.co/6UhGdzMhQ9 pic.twitter.com/LqMg4MtJ9r
— Bar and Bench (@barandbench) September 27, 2024
વિશાલ શિંદેએ મિત્રતા કેળવી મહિલા સાથે દુષ્કર્મ કર્યું
Bombay High Court માં આજરોજ આ સંપૂર્ણ મામલે સુનાવણી થઈ હતી. ત્યારે Bombay High Court એ વિશાલ શિંદેને નિર્દોષ જાહેર કરવાની પોલીસને નિર્ણય સોંપ્યો હતો. તે ઉપરાંત આ કેસમાં મહિલા પરિણીત હોય, તેવો પણ દાવો ખોટો કરવામાં આવ્યો હોય, તેવું સામે આવ્યું છે. તો અરજદાર મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારે બંને એકબીજાની નજીક આવ્યા હતાં.
તે ઉપરાંત વિશાલ શિંદે વીડિયો પણ બનાવ્યો હતો
જે બાદ લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત વિશાલ શિંદે વીડિયો પણ બનાવ્યો હતો. તો આ મામલામાં Bombay High Court એ કહ્યું કે હજુ સુધી વિશાલ શિંદે પાસેથી એવો કોઈ પુરાવો મળ્યો નથી કે જે સાબિત કરે કે તેણે વીડિયો બનાવ્યો છે. તે ઉપરાંત કેસમાં આરોપી શિંદેના વકીલે કહ્યું કે તેઓ તપાસમાં સંપૂર્ણ મદદ કરી રહ્યા છે. આ પછી કોર્ટે કહ્યું કે જ્યારે પોલીસ બોલાવશે ત્યારે વિશાલ શિંદેને પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે. આ સિવાય મોબાઈલને ટેસ્ટિંગ માટે સબમિટ કરવાનો રહેશે. કોર્ટે કહ્યું કે હજુ સુધી તપાસમાં સામે આવ્યું નથી કે આરોપીએ કોઈ વીડિયો સર્ક્યુલેટ કર્યો છે.
આ પણ વાંચો: Karnataka High Court એ ભારત માતા કી જયના નારા પર આપ્યો ચોંકાવનરો આદેશ!