Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે બ્રેકઅપ કરી કોઈને છેતરશો તો થશે 10 વર્ષની જેલ; જાણો શું છે આ નવો કાયદો!

પહેલી જુલાઇથી જ IPC નું સ્થાન હવે ભારતીય નાગરિક સંહિતાએ (BNS) લીધું છે.નવા કાયદામાં આવા કેટલાક ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો સીધો ઉલ્લેખ જૂના આઈપીસીમાં કરવામાં આવ્યો નથી. હવે નવા કાયદામાં એક નવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો...
10:08 PM Jul 03, 2024 IST | Harsh Bhatt

પહેલી જુલાઇથી જ IPC નું સ્થાન હવે ભારતીય નાગરિક સંહિતાએ (BNS) લીધું છે.નવા કાયદામાં આવા કેટલાક ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો સીધો ઉલ્લેખ જૂના આઈપીસીમાં કરવામાં આવ્યો નથી. હવે નવા કાયદામાં એક નવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો ઉલ્લેખ પહેલા IPC માં હતો નહીં. હવે આ નવા કાયદાઓ અનુસાર જો તમે હવે બ્રેકઅપ કરશો તો તમને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

ગુનેગારને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે

હવે જ્યારે IPC નું સ્થાન ભારતીય નાગરિક સંહિતા (BNS) એ લીધું છે ત્યારે બીએનએસની કલમો હેઠળ ફોજદારી કેસોનો નિકાલ કરવામાં આવશે. ઉપર આપણે જોયું તે રીતે નવા કાયદામાં કેલાક ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેના અનુસાર કોઈ મહિલાને ખોટો લગ્નનો વાયદો આપીને શારીરિક સંબંધ બનાવવાએ હવે ગુનો ગણાશે. ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 69 છેતરપિંડી અથવા છેતરપિંડી કરીને મહિલા સાથે સંબંધ બાંધવો ગુનો બનાવે છે. આ કાયદાના અનુસાર હવે 'મહિલાને છેતરવા અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા બદલ ગુનેગારને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ કોઈ મહિલા સાથે લગ્ન કરવાનું વચન આપીને કોઈપણ ઈરાદા વગર શારીરિક સંબંધ બાંધે તો તેને પણ સજા થશે. આ ઉપરાંત, ગુનેગારને દંડ પણ ભરવો પડશે'

પુરુષોને હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે

ભારતીય ન્યાય સંહિતાના આ નવા કાયદાના કારણે પુરુષોને હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, કલમ 69 'છેતરપિંડી' ને વ્યાખ્યાયિત કરે છે, જેમાં ઓળખ છુપાવીને રોજગાર અથવા પ્રમોશન, લાલચ અને લગ્નના ખોટા વચનનો સમાવેશ થાય છે. ભારતીય દંડ સંહિતા, 1860 (IPC) માં ક્યાંય પણ 'છેતરપિંડી દ્વારા જાતીય સંભોગ' ના ગુનાની વ્યાખ્યા કરવામાં આવી નથી. જો કે, તેની કલમ 90 કહે છે કે તથ્યોની ગેરસમજ હેઠળ આપવામાં આવેલી જાતીય સંભોગની સંમતિ ગેરકાયદેસર ગણવામાં આવશે. જો કોઈ વ્યક્તિએ ડરથી સંમતિ આપી હોય, તો તે પણ માન્ય રહેશે નહીં.

આ પણ વાંચો : Zika Virus Guidelines: કેન્દ્ર આરોગ્ય મંત્રાલયએ Zika Virus માટે તમામ રાજ્યોમાં સૂચનાઓ પાઠવી, આ વાતનું ખાસ ધ્યાન રાખો

Tags :
bhartuya nyay samhitaBNScheatingFraudIndian Civil CodeIPCRelationshipsexually abuse
Next Article