Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હરિયાણામાં ભાજપની જીત, ગુરમીત રામ રહીમ સિંહની કેટલી ભૂમિકા?

રામ રહીમની પેરોલે હરિયાણાનું બદલ્યું ચિત્ર હરિયાણામાં ભાજપે સતત ત્રીજી વખત મેળવી જીત હરિયાણા અને પંજાબમાં રામ રહીમની સારી પકડ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ (Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim) ની મુક્તિ હરિયાણા વિધાનસભા ચૂંટણી...
હરિયાણામાં ભાજપની જીત  ગુરમીત રામ રહીમ સિંહની કેટલી ભૂમિકા
  • રામ રહીમની પેરોલે હરિયાણાનું બદલ્યું ચિત્ર
  • હરિયાણામાં ભાજપે સતત ત્રીજી વખત મેળવી જીત
  • હરિયાણા અને પંજાબમાં રામ રહીમની સારી પકડ

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ (Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim) ની મુક્તિ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 (Haryana assembly elections 2024) માં એક મોટો રાજકીય વળાંક સાબિત થઈ ગયો હોવાનું ચર્ચામાં છે. ચૂંટણી પંચે આ નાજુક સમયે ગુરમીત રામ રહીમ (Gurmeet Ram Rahim) ના પેરોલ મંજૂર કર્યો હતો, તેમની મુક્તિ ચૂંટણીના સમીકરણોને પ્રભાવિત કરવાની સંભાવનાને કારણે ચર્ચામાં આવી હતી.

Advertisement

ભાજપની હેટ્રિક અને ગુરમીત રામ રહીમ સિંહની જીતમાં ભૂમિકા

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી હવે પૂર્ણ થઇ ગઇ છે. ભાજપને હરિયાણામાં 48 બેઠકો પર જીત મળી છે જ્યારે કોંગ્રેસને 37 બેઠકો પર જીત મળી છે. આ રીતે ભાજપ હરિયાણામાં ચૂંટણીની હેટ્રિક નોંધાવી ચુક્યું છે. પરંતુ, આ દરમિયાન એક સવાલ ઉઠી રહ્યો છે કે ડેરા સચ્ચા સૌદાના વડા અને દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમ સિંહની ભાજપની આ જીતમાં કેટલી ભૂમિકા હતી. જણાવી દઇએ કે, હરિયાણાની રાજનીતિમાં રામ રહીમનો ઘણો પ્રભાવ માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અને રાજકીય વિશ્લેષકો અનુસાર, રાજ્યના 9 જિલ્લાની 30થી વધુ વિધાનસભા બેઠકો પર રામ રહીમનો પ્રભાવ છે. તેમના અનુયાયીઓની સંખ્યા લાખોમાં છે, અને તેમના સંદેશાઓ તેમના અનુયાયીઓ પર ઊંડી અસર કરે છે. છેલ્લી ચૂંટણીઓમાં એવું પણ જોવા મળ્યું છે કે રામ રહીમ દ્વારા તેમના સમર્થકોને આપવામાં આવેલા સંકેતો ઝડપથી ફેલાઈ જાય છે અને તેમની ચૂંટણીની રણનીતિનો એક ભાગ બની જાય છે. આ જ કારણ છે કે સમયાંતરે તેમના ભાજપ સાથેના જોડાણ અને તેમને મળેલી પેરોલ પર સવાલો ઉભા થયા છે.

Advertisement

હરિયાણા અને પંજાબમાં રામ રહીમની સારી પકડ

મતદાન પહેલા રામ રહીમને પેરોલ મળી ગયા હતા. કહેવાય છે કે, હરિયાણા અને પંજાબમાં તેની સારી પકડ છે. જેલમાંથી બહાર આવતાની સાથે જ અટકળો શરૂ થઈ ગઈ હતી કે તે વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે. રાજ્યના 6 જિલ્લામાં તેમના સમર્થકોની સારી સંખ્યા છે. અહેવાલો અનુસાર, વોટિંગના થોડા દિવસો પહેલા ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયમાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનુયાયીઓને ભાજપની તરફેણમાં મતદાન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ, આ મેસેજ ખુલ્લેઆમ આપવામાં આવ્યો ન હતો. અહેવાલો અનુસાર, ડેરાના અધિકારીઓ મીટિંગમાં સામેલ લોકો પાસે ગયા અને તેમને આ વાત કહી હતી.

વિવિધ રાજકીય પક્ષોને સમર્થન

નોંધનીય છે કે રામ રહીમના ડેરા સચ્ચા સૌદા ભૂતકાળમાં પણ વિવિધ રાજકીય પક્ષોને સમર્થન આપતું રહ્યું છે. ખાસ કરીને ભાજપ પ્રત્યેનું તેમનું વલણ હંમેશા સમર્થન તરીકે જોવામાં આવ્યું છે. ડેરા સચ્ચા સૌદાએ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. તેમણે 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ માટે પ્રચાર કર્યો હતો. વર્ષ 2015માં જ બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં પણ તેણે ભાજપના સમર્થનમાં અભિયાન ચલાવ્યું હતું. અહેવાલો અનુસાર, બિહાર ચૂંટણી દરમિયાન 3000 થી વધુ ડેરા સમર્થકોએ બિહારમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો:  Haryana Result : રાજ્યમાં ભાજપની હેટ્રિક, એકવાર ફરી જુની ટ્રિક કામમાં આવી

Tags :
Advertisement

.