ફોટો પડાવવા માટે BJP ના મંત્રીએ કાર્યકર્તાને મારી લાત, Video સોશિયલ મીડિયામાં VIRAL
- મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા રાવસાહેબ દાનવેનો વીડિયો વાયરલ
- ફોટો ફ્રેમમાં આવી રહેલા કાર્યકર્તાને લાત મારી હોવાનો વીડિયો
- જો કે કાર્યકર્તાએ નેતા સાથે મજાકના સંબંધ હોવાની સ્પષ્ટતા કરી
મુંબઇ : મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા રાવસાહેબ દાનવેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દાનવે, પૂર્વ મંત્રી ખોતકરનું સન્માન કરી રહ્યા હતા. જો કે આ દરમિયાન એક કાર્યકર્તા તેમની ફોટોફ્રેમમાં આવી રહ્યો હતો. જેના કારણે દાનવે અચાનક પાસે ઉભેલા કાર્યકર્તાને લાત મારી દીધી હતી.
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દાનવે ફોટો ફ્રેમમાં આવી રહેલા કાર્યકર્તાને લાત મારતા જોવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ દાનવે ચર્ચામાં આવી ચુક્યા છે.
દાનવે પોતાના ઘરે પહોંચ્યા ત્યાં બની ઘટના
મળતી માહિતી અનુસાર રાવ સાહેબ દાનવેને મળતા પહેલા મંત્રી અર્જૂન ખોતકર તેમના ભોકરદન ખાતેના ઘરે પહોંચ્યા હતા. આ મુલાકાત વચ્ચે દાનવે, ખોતકરનું સન્માન કરી રહ્યા હતા. જો કે એક કાર્યકર્તા તેમની ફોટો ફ્રેમમાં આવ્યો હતો. જેના કારણે દાનવેએ અચાનક પાસે ઉભેલા કાર્યકર્તાને લાત મારી હતી.
સમગ્ર ઘટના મોબાઇલ કેમેરામાં કેદ
જો કે દાનવેની લાત મારવાની ઘટના મોબાઇલમાં કેદ થઇ ગઇ હતી. આ વીડિયો વાયરલ થવા લાગ્યો હતો. ત્યાર બાદ વિપક્ષી પાર્ટીએ દાનવેની ટીકા કરી હતી. શિવસેના (UBT) જિલ્લા પ્રમુખ ભાસ્કર આંબેકરે આ ઘટના પર નિશાન સાધતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં જો નેતા પોતાના કાર્યકર્તાઓને લાતથી મારી રહ્યા છે તો મહારાષ્ટ્ર ક્યાંથી ક્યાં આવી ચુક્યું છે. જનતાએ વિચારવું જોઇએ.
કાર્યકર્તાનું સ્પષ્ટીકરણ
જે કાર્યકર્તાને લાત મારવામાં આવી હતી, તેનું સ્પષ્ટીકરણ પણ આવી ચુક્યુ છે. ભાજપ નેતા રાવસાહેબ દાનવે જે કાર્યકર્તાને લાત મારી તેનું નામ શેખ અમદ છે. આ ઘટના બાદ અમદે કહ્યું કે, જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, તે યોગ્ય નથી. વિરોધી પાર્ટીના લોકો રાવસાહેબ દાનવેની વિરુદ્ધ ખોટા સમાચારો ફેલાવી રહ્યા છે.
વિરોધી પાર્ટી ફેલાવી રહી છે અસત્ય
શેખ અમદે વીડિયો બહાર પાડતા કહ્યું કે, જે વાતો ફેલાઇ ગઇ તેમાં કંઇ પણ સત્ય નથી. વિરોધી પાર્ટી ખોટા દાવ કરી રહી છે. દાનવે સાહેબ અને મારા છેલ્લા 30 વર્ષોથી સંબંધો છે. તેઓ એરપોર્ટ પર ઉતરે સીધા મને જ ફોન કરીને અહીં આવે છે. ઘરે સાથે જમવાના સંબંધો છે. મારા અને તેમના સંબંધો અલગ જ પ્રકારના છે.
કાર્યકર્તાએ સ્પષ્ટતા કરતા કહી વાત
લાત મારવાની ઘટના અંગે સ્પષ્ટતા કરતા શેખ અમદે કહ્યું કે, રાવસાહેબના ઘરેથી કપડા બદલીને આવ્યા હતા. તેમનો શર્ટ પાછળથી ફસાયેલો છે. જો કે તેઓ સમજી ન શક્યા અને તેઓએ શરીરને ઝટકો માર્યો. આ ઝટકો માર્યો ત્યારે તેઓએ લાત મારી હોય તેવું લાગ્યું.