Odisha Oath Ceremony: ઓડિશામાં 25 વર્ષ બાદ પ્રથમવાર ભાજપ સરકાર, કુલ 16 મંત્રીઓએ લીધા શપથ
Odisha Oath Ceremony: છેલ્લા 25 વર્ષમાં Odisha માં પહેલીવાર ભાજપની સરકાર બની છે. ત્યારે કિયોંઝરના ધારાસભ્ય Mohan Charan Majhi એ આજે ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે કેવી સિંહ દેવ અને પ્રભાતિ પરિદાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
માઝીએ આજે ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
માઝી સિવાય 16 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા
વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 52 વર્ષીય નેતાની આ ચોથી જીત
આ સાથે Odisha માં પ્રથમ વખત મુખ્યમંત્રી અને બે ડેપ્યુટી સીએમ અને 16 મંત્રીઓની બનેલી સરકારની રચના કરવામાં આવી. શપથ ગ્રહણ સમારોહ સાંજે 5 વાગ્યે શરૂ થયો હતો. ભુવનેશ્વરના જનતા મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં PM Modi અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત શપથ સમારોહમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ સીએમ નવીન પટનાયક પણ હાજર રહ્યા હતા.
માઝી સિવાય 16 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા
#WATCH | BJP leader Mohan Charan Majhi takes oath as the Chief Minister of Odisha, in Bhubaneswar. Governor Raghubar Das administers him the oath to office. pic.twitter.com/Xuv1MRsHcq
— ANI (@ANI) June 12, 2024
તમને જણાવી દઈએ કે મોહન Mohan Charan Majhi સિવાય 16 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. ગણેશ રામ, સંપાંડે સ્વેન, પ્રદીપ બાલાસામંતા, ગોકુલા નંદ મલિક, સૂર્યવંશી સૂરજે સ્વતંત્ર હવાલો સાથે મંત્રી તરીકે શપથ લીધા હતા. Mohan Charan Majhi કેબિનેટમાં સુરેશ પૂજારી, રબીનારાયણ નાઈક, નિત્યાનાદ ગોંડ, પૃથ્વીરાજ હરિચંદન, કૃષ્ણ ચંદ્ર મહાપાત્રા, મુકેશ મહાલિંગા, બિભૂતિ ભૂષણ જેના, કૃષ્ણ ચંદ્ર પાત્રાને પણ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 52 વર્ષીય નેતાની આ ચોથી જીત
આદિવાસી નેતા મોહન Mohan Charan Majhi વિધાનસભા ચૂંટણીમાં કેઓંઝર બેઠક પરથી જીત્યા છે. આ ચૂંટણીમાં તેમણે બીજુ જનતા દળના મીના Mohan Charan Majhi ને 11,577 મતોથી હરાવ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 52 વર્ષીય નેતાની આ ચોથી જીત છે. તેઓ પ્રથમ વખત 2000 માં કેઓંઝર (ST) વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 2004, 2019 અને હવે 2024 માં પણ કિયોંઝર બેઠક પરથી જીત્યા. Mohan Charan Majhi Odisha વિધાનસભામાં ભાજપના ચીફ વ્હીપ પણ રહી ચૂક્યા છે.
આ પણ વાંચો: ઈશ્વરે PM Modi ને એરપોર્ટ અને પાવર પ્લાન્ટ અદાણીને સોંપવાનો નિર્દેશ આપ્યો!