Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bihar Lok Sabha Second Phase Election: 106 વર્ષની વૃદ્ધાએ મતદાન કરવા દેશના લોકો જાગૃત કર્યાં

Bihar Lok Sabha Second Phase Election: આજે 26 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) અંતર્ગત બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કુલ 89 લોકસભા બેઠકો (Lok Sabha Seat) પર મતદાનનું આયોજન કરાયું હતું. બીજા તબક્કામાં આસામ, બિહાર,...
06:57 PM Apr 26, 2024 IST | Aviraj Bagda
Bihar Lok Sabha Election, Vote, Voting, Lok Sabha Second Phase Election

Bihar Lok Sabha Second Phase Election: આજે 26 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) અંતર્ગત બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કુલ 89 લોકસભા બેઠકો (Lok Sabha Seat) પર મતદાનનું આયોજન કરાયું હતું. બીજા તબક્કામાં આસામ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ , પંશ્ચિમ બંગાળ અને જમ્મુ-કશ્મીરમાં મતદાન કરવામાં આવ્યું હતું.

જોકે લોકસભા (Lok Sabha Election) ના અમૃત મહોત્સવમાં ચૂંટણી પંચ દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને વૃદ્ધો અને વિકલાંગ માટે ઘરબેઠા મતદાનની ઝુંબેશ કાર્યરત કરવામાં આવી છે. તે ઉપરાંત અનેક વૃદ્ધોએ મતદાન (Voting) મથકો પર જઈને પણ મત આપ્યો છે. બિહારમાં દેશની સૌથી વધુ આયુ ધરાવતી મહિલાએ મતદાન (Voting) મથક પર આવીને પોતાનો મત આપ્યો હતો.

આ પણ વાંચો: Jitu Vaghani : ચૂંટણી ટાણે નોનસ્ટોપ વાણીવિલાસ! હવે જીતુ વાઘાણીએ કર્યો બફાટ, જુઓ Video

106 વર્ષની વૃદ્ધાએ મતદાન કર્યું

બિહાર (Bihar) રાજ્યમાં આવેલા કટિહાર જિલ્લામાં 106 વર્ષની ઉંમર ધરાવતી ચાલો દેવી હલન-ચલન નહીં કરી શકતા હોવા છતાં, તેમણે નવી સાડી પહેરીને મત આપવા આવ્યા હતા. તેમના પુત્ર બિલ્ટૂ યાદવે તેડીને મતદાન (Voting) મથક લાવ્યા હતા. તે ઉપરાંત લોકસભા (Lok Sabha Election) ના અમૃત મહોત્સવમાં ભાગરૂપ થવા બદલ મતદાન મથકો પર હાજર કર્મચારીઓએ ચલો દેવી અને તેમના પુત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: બંગાળમાં BJP કાર્યકરનો મળ્યો મૃતદેહ, TMC નેતાઓએ આપી હતી ધમકી…

અમુક લોકો માટે ખાસ સુવિધા કરાઈ

જોકે દેશના દરેક મતદાન (Voting) મથકો પર વૃદ્ધો, દિવ્યાંગ અને ગર્ભવતી મહિલાઓ માટે લાઈનમાં ઉભા રહેવું ના પડે, તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત આ સુવિધાનું અચૂક પાલન થાય તેને લઈ ઓબ્ઝર્વરને મતદાન મથકો પર ઉભા રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Lok Sabha : 95 વર્ષના રૂસ્તમજી મહેતાએ ઘરે બેઠા મતદાન કર્યું

Tags :
BiharBihar Lok SabhaBihar Lok Sabha Second Phase ElectionElectionGujaratFirstLok-Sabha-electionManipurVoteVotingWest Bangal
Next Article