ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Uttar Pradesh: મૃતદેહ ચિતા પર હતો અને સામે આવી ચોંકાવનારી હકીકત, બોલાવવી પડી પોલીસ

Uttar Pradesh: ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક અજીબ પ્રકારની ઘટના બની છે. યુપીમાં એક મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત થઈ ગયું હતું. જેથી મહિલાના સાસરીયા વાળા તેને અંતિમ સંસ્કાર કરી રહ્યાં હતા. પરંતુ અંતિસ સંસ્કાર દરમિયાન એવી વાત સામે...
08:19 PM Apr 13, 2024 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Uttar Pradesh

Uttar Pradesh: ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક અજીબ પ્રકારની ઘટના બની છે. યુપીમાં એક મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત થઈ ગયું હતું. જેથી મહિલાના સાસરીયા વાળા તેને અંતિમ સંસ્કાર કરી રહ્યાં હતા. પરંતુ અંતિસ સંસ્કાર દરમિયાન એવી વાત સામે આવી કે, મૃતદેહને ચિતા પરથી ઉઠાવી લેવામાં આવ્યો. આ મામલે અત્યારે આગળની કાર્યવાહી પણ ચાલી રહીં છે. નોંધનીય છે કે, આની જાણ થતાની સાથે આખા પંથકમાં ચર્ચાઓ થવા લાગી હતી.

સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું

મળતી વિગતો પ્રમાણે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બાંદા જિલ્લામાં બાલખંડીનાકાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. અહીં રહેતી સંજયની પત્ની સુનીતાની તબિયત અચાનક બગડી ગઈ હતી. જેથી તેના પતિ અને સાસરીયાઓ તેને ઉતાવળમાં ઝાંસીની મેડિકલ કોલેજ લઈ ગયા. જ્યાં તેને તબીબ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન ગુરુવારે મોડી સાંજે મહિલાનું મોત નીપજ્યું હતું. જે બાદ મહિલાનો પતિ તેની સાથે તેના ઘરે પરત ફર્યો હતો.

પિતાએ લગાવ્યો દીકરીની હત્યાનો આરોપ

તમણે જણાવી દઈએ કે, શુક્રવારે સવારે હરદોલી મુક્તિધામ ખાતે સંજય તેની પત્નીના અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા. ત્યારબાદ અત્રૌલિયા રથના રહેવાસી મહિલાના પિતા હરિમોહન સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમના સાસરિયાઓ પર તેમની પુત્રીની હત્યાનો આરોપ લગાવતી અરજી આપી. નોંધનીય છે કે, ફરિયાદ મળતાની સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને લાશને ચિતામાંથી ઉઠાવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.

સુનિતા કિડનીની બીમારીથી પરેશાન હતીઃ મૃતકનો પતિ

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મૃતકના પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેની દીકરીને 8 દિવસ સુધી ખાતા-પિધા વગર રાખવામાં આવી હતી અને તેના પતિ સહિતા સાસરિયાઓએ ઢોર માર પણ માર્યો હતો. જો કે, આ મામલે મૃત્તકના પતિનું કહેવું છે કે, સુનિતા કિડનીની બીમારીથી પરેશાન હતી. જેથી તેના નજીકની મેડિકલ કોલેજ ઝાંસીમાં ભર્તી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને તપાસમાં જે પણ બહાર આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Bengaluru: રામેશ્વરમ બ્લાસ્ટને લઈ મહત્વના સમાચાર, આ ત્રણ રાજ્યોમાં દહેશત ફેલાવવા આવ્યા હતા આતંકીઓ

આ પણ વાંચો: ‘Bharat Mata ki Jai’ બોલવા માટે કોંગ્રેસ MLA એ માંગી ખડગેની પરવાનગી, બીજેપીએ કર્યા વાક્ પ્રહાર

આ પણ વાંચો: Indian Army : સિક્કિમમાં ભારતીય સેનાએ એન્ટી ટેન્ક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

Tags :
Banda UpCrime NewsNational Crime Newsnational newsUP PoliceUttar Pradeshuttar pradesh bandauttar pradesh Crime newsUttar Pradesh latest NewsUttar Pradesh newsVimal Prajapati