ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Satta Bazar Prediction: એક્ઝિટ પોલ પહેલા સટ્ટા બજારના આંકડાઓ ચોંકાવનારા, BJP બહુમતી દુર

Satta Bazar Prediction: લોકસભા ચૂંટણી 2024 ના સાતમાં તબક્કાને લઈ આજરોજ મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ 8 રાજ્યોમાં કુલ 57 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું. તેના અંતર્ગત બિહારમાં 42.95%, ચંડીગઢ 52.61%, હિમાચલ પ્રદેશ 58.41%, ઝારખંડ 60.14%, ઓડિશા 49.77%,...
06:03 PM Jun 01, 2024 IST | Aviraj Bagda

Satta Bazar Prediction: લોકસભા ચૂંટણી 2024 ના સાતમાં તબક્કાને લઈ આજરોજ મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ 8 રાજ્યોમાં કુલ 57 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું. તેના અંતર્ગત બિહારમાં 42.95%, ચંડીગઢ 52.61%, હિમાચલ પ્રદેશ 58.41%, ઝારખંડ 60.14%, ઓડિશા 49.77%, પંજાબ 46.38%, ઉત્તર પ્રદેશ 46.83% અને પશ્ચિમ બંગાળમાં 58.46% મતદાન નોંધાયું છે.

તો બીજી તરફ લોકસભા ચૂંટણી 2024 ના પરિણામ જાહેર થાય, તે પહેલા સટ્ટા બજારના એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવ્યા છે. આ આંકડાઓએ સૌને ચોંકવી દીધા છે. આ આંકડા સાથે ભાજપને મોટો ઝટકો મળ્યો છે. જે પ્રમાણે ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકારો 400 પારના નારા લગાવી રહ્યા હતા. આ આંકડાઓ પર નજર કરતા ભાજપના લોકોના ધોળા દિવસે તારા દેખાવા લાગશે, એવું લાગી રહ્યું છે.

સટ્ટા બજારમાં INDIA Alliance Alliance ના જીતનો દાવો કરવામાં આવ્યો

ત્યારે મોટાભાગના સટ્ટા બજારમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. તો બીજી તરફ જે રીતે ભાજપ અને વડાપ્રધાન નેરન્દ્ર મોદીની ત્રીજી ટમની ખાતરી આપવામાં આવી રહી હતી. તેના કરતા તદ્દન જુદ્દા આંકડાઓ સટ્ટા બજારમાંથી સામે આવ્યા છે. આ આંકડાઓ ભાજપ નહીં, પરંતુ INDIA Alliance Alliance નો લોકસભા ચૂંટણી 2024 માં જીતનો દાવો કરી રહ્યા છે. દેશના દરેક મોટાપાયા પર ચાલતા સટ્ટા બજારમાં INDIA Alliance Alliance ના જીતનો દાવો કરવામાં આવ્યો છે.

વિજયવાડા સટ્ટા બજારમાં NDA 251, INDIA 237 સીટ

ત્યારે ફલોદી સટ્ટાબજારમાં ભાજપને 253 સીટ અને પાલનપુર સટ્ટા બજારમાં ભાજપને 216 સીટ મળશે. તો ફલોદી સટ્ટા બજારમાં INDIA Alliance ને 246 સીટ અને પાલનપુર સટ્ટા બજારમાં INDIA Alliance ને 225 સીટ જીતવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત બેલગામ સટ્ટા બજારમાં NDA ને 265 સીટ અને બેલગામ સટ્ટા બજારમાં INDIA Alliance ને 230 સીટ મેળવશે. ઈન્દૌર સરાફમાં NDA 283 અને INDIA Alliance 180 સીટ પર આગળ જોવા મળી રહી છે. તેની સાથે કરનાલ સટ્ટા બજારમાં NDA માં 263 અને INDIA Alliance 231 સીટ પર દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે મોટાભાગના સટ્ટા બજારમાં કોંગ્રેસ 100 ને પાર જોવા મળી રહ્યા છે. તેથી એવું લાગી એક્ઝિટ પોલના આંકડાઓ પહેલા સટ્ટા બજારના આંકડાઓએ ભાજપ નહીં, પરંતુ કોંગ્રેસની જીતનો દાવો કર્યો છે.

 

Tags :
BJPCongressElectionElection CommissionElectionresultsExit PollGujarat Firstlok-sabhaloksabhaelaction2024LokSabhaElectionsSatta Bazar Prediction
Next Article