Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણી પંચનો મોટો નિર્ણય! શરદ પવારને નહીં અજિત પવારને મળી NCPની કમાન

NCP: ચૂંટણી પંચ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે, અજિત પવાર જૂથ જ અસલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચની ઘોષણા બાદ અજિત પવાર અને એનસીપી સંસ્થાપક શરદ પવાર જૂથ વચ્ચે પાર્ટીને લઈને ચાલી રહેલા વિવાદનો...
ચૂંટણી પંચનો મોટો નિર્ણય  શરદ પવારને નહીં અજિત પવારને મળી ncpની કમાન

NCP: ચૂંટણી પંચ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે, અજિત પવાર જૂથ જ અસલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચની ઘોષણા બાદ અજિત પવાર અને એનસીપી સંસ્થાપક શરદ પવાર જૂથ વચ્ચે પાર્ટીને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવી ગયો છે. એક આદેશમાં, ચૂંટણી પંચે અજિત પવારની આગેવાની હેઠળના જૂથને NCPનું ચૂંટણી પ્રતીક 'વોલ ક્લોક' ફાળવ્યું હતું.

Advertisement

ચૂંટણી પંચે કહ્યું કે, આ નિર્ણય આવેલી અરજીની જાળવણીના નિયત પાસાઓનું અવલોકન કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટી સંવિધાનના ઉદ્દેશ્યોના પરિક્ષણો, પાર્ટી સંવિધાનના પરિક્ષણો અને સંગઠનાત્મક તથા બહુમતી પરીક્ષણો બંને વિધાનસભામાં સામેલ હતા. આ સાથે ચૂંટણી પંચે આગામી રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શરદ પવારને વિશેષ છૂટ આપી છે કે, તેમની પાસે તેમના રાજકીય પક્ષ માટે નામનો દાવો કરવા અને ત્રણ પ્રાથમિકતાઓ આપવા માટે બુધવાર બપોર સુધીનો સમય છે.

Advertisement

આ લોકતંત્રની હત્યા છે: અનિલ દેશમુખ

શરદ પવાર જૂથના એક નેતાએ કહ્યું કે, અજિત પવાર જૂથને વાસ્તવિક રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી જાહેર કરવાનો નિર્ણય ચૂંટણી પંચે દબાવમાં આવીને લીધો છે. આ બાબતે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, ‘આ લોકતંત્રની હત્યા છે, જે થયું છે તે બઉ ખોટૂં થયું છે.’ તેઓએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ચૂંટણી પંચે આ નિર્ણય ઉપરના દબાવને કારણે લીધો છે. તેઓએ આ બાબતે વિગતવાર કોઈ માહિતી આપવામાં આવી નથી. ત્યારે સુપ્રિયા સુલે કહ્યું કે, પાર્ટી કાર્યકર્તા શરદ પવાર સાથે છે અને પવાર ફરી બીજી પાર્ટી બનાવશે. શરદ પવાર જૂથના અન્ય એક નેતા જયંત પાટીલે કહ્યું કે પાર્ટી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

આ પણ વાંચો: શ્વેત પત્ર શું છે અને શા માટે રજૂ કરવામાં આવે છે? જાણો સંપૂર્ણ વિગત

Tags :
Advertisement

.