Bhihar CM: બિહારમાં રોજગારને લઈને CM નીતિશ કુમારે ગગનચુંબી વચનો આપ્યા
Bhihar CM: Bihar CM Nitish Kumar લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક નિવેદન જાહેર કર્યું છે. તેમના કહ્યા પ્રમાણે તેમની સરકાર રાજ્યમાં 10 લાખ સરકારી નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માંગે છે. આ નિવેદન એક શૈક્ષણિક કાર્યક્રમમાં આપ્યું હતું
શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરાયા
આ કાર્યક્રમ નવનિયુક્ત શિક્ષકો વચ્ચે નિમણૂક પત્રોના વિતરણ માટે આયોજિત કરવા માટે આવ્યો હતો. ત્યારે આ સમારોહને સંબોધતા CM Nitish Kumar એ જણાવ્યું હતું કે તેમની સરકારે આજે રાજ્યના તમામ જિલ્લા મથકોએ 96,823 નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો આપ્યા છે.
તેમણે દાવો કર્યો, “કુલ 26,935 નવનિયુક્ત શિક્ષકો અહીં ગાંધી મેદાનમાં નિમણૂક પત્રો મેળવી રહ્યા છે. અમે અત્યાર સુધીમાં રાજ્યમાં 3.63 લાખ લોકોને સરકારી નોકરીઓ આપી છે. અમે ટૂંક સમયમાં રાજ્યના યુવાનોને 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું લક્ષ્ય હાંસલ કરીશું. મને એ સ્પષ્ટ કરવા દો કે આપણે માત્ર આ ધ્યેય હાંસલ નહીં કરીએ પરંતુ તેને પાર કરીશું"
રાજ્યમાં રોજગાર ક્ષેત્રે મેળવેલ સિદ્ધીની યાદી
Bhihar CM એ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ લાખ યુવાનો માટે નોકરીની તકો ઊભી કરવા ઉપરાંત લગભગ 3.68 લાખ કરાર આધારિત શિક્ષકો લાયકાતની પરીક્ષા પાસ કર્યા બાદ ટૂંક સમયમાં સરકારી કર્મચારીઓનો દરજ્જો મેળશે.
ઓગસ્ટ 2022 માં બિહારમાં મહાગઠબંધન સરકારની રચના પછી કુમારે જાહેરાત કરી હતી કે તેમની સરકાર ઓછામાં ઓછી 10 લાખ સરકારી નોકરીઓ અને વિવિધ ક્ષેત્રોમાં વધારાની 10 લાખ રોજગારની તકો ઊભી કરશે. તેણમે કહ્યું, "અમે છેલ્લા 70 દિવસમાં 2 લાખથી વધુ નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે અને આ અભિયાન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે બે લાખથી વધુ નવનિયુક્ત શિક્ષકોમાંથી 85 ટકા બિહારના છે,
આ પણ વાંચો: Jharkhand CM: ઝારખંડના CM Hemant Soren ને ED નું આમંત્રણ