India Tariff War : Bharat પણ કરશે ટેરિફ વોરનું એલાન, સરકારનો 200 દિવસનો માસ્ટર પ્લાન!
- Bharat પણ કરશે ટેરિફ વોરનું એલાન
- સરકારનો 200 દિવસનો માસ્ટર પ્લાન
- કોરિયા,ચીન અને જાપાનને થશે અસર
India Tariff War : ફક્ત 200 દિવસ ભારત વિશ્વના મુખ્ય દેશોને હચમચાવી નાખવાની તૈયારી કરી રહ્યું છે.સમગ્ર વિશ્વની નજર અમેરિકા,ચીન,કેનેડા,મેક્સિકો અને યુરોપિયન દેશો વચ્ચેના ટેરિફ યુદ્ધ (India Tariff war)પર ટકેલી છે.તો બીજી બાજુ ભારત પણ આ યુદ્ધમાં શામેલ થઈને સૌને ચોંકાવી દેવાની તૈયારીઓ કરી રહ્યું છે.ભારત પણ એક જ હુમલાથી ઘણા બધા દેશોને હેરાન કરી દેશે. હાલ ભારત સ્ટીલ પ્રોડક્ટ્સ (Indian steel industry)પર ટેરિફ વધારવાનું વિચારી રહ્યું છે.આ વધારો ટેમ્પરલી હશે.ગર્વમેન્ટ 200 દિવસ સુધી ટેરીફ વધારવાનું વિચારી રહી છે. આ નિર્ણયથી China,South Korea અને Japan ને ખૂબ મોટો ઝટકો લાગી શકે તેમ છે. આ દેશો કરતા ભારત 70 ટકા કરતા વધારે સ્ટીલ ઈમ્પોર્ટ કરી રહ્યું છે.
શા માટે લેવો પડી રહ્યો છે આ નિર્ણય
વાણિજ્ય મંત્રાલયની તપાસ શાખા ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR) એ સ્થાનિક સ્ટીલની આયાતમાં થતા વધારાથી બચાવવાના ઉદ્દેશ્ય સાથે 200 દિવસ માટે કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર 12 ટકાનો અસ્થાયી સેફ્ટી ચાર્જ લગાવવાની ભલામણ કરી છે. DGTRએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ફેબ્રિકેશન, પાઈપ મેન્યુફેક્ચરીંગ, કેપિટલ ગુડ્સ,ઓટો,ટ્રેક્ટર,સાયકલ અને ઈલેક્ટ્રીકલ પેનલ સહિત વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવનાર અન્ય મિશ્ર ધાતુ તેમજ ધાતુ સ્ટીલના ઉત્પાદનોના ઈમ્પોર્ટમાં અચાનક વધારાની તપાસ શરૂ કરી હતી.
આ કારણે થઈ હતી તપાસની માંગ
ઈન્ડિયન સ્ટીલ એસોશિએશન દ્વારા તેના મેમ્બરોની તરફથી કરવામાં આવેલી ફરીયાદો બાદ આ તપાસ શરૂ કરવામાં આવી હતી. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, એએમએમએસ ખોપલી, જેએસડબલ્યૂ સ્ટીલ, જેએસડબલ્યૂ સ્ટીલ કોટેડ પ્રોડક્ટ્સ, ભૂષણ પાવર એન્ડ સ્ટીલ, જિંદલ સ્ટીલ એન્ડ પાવર અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ આ સંસ્થાના મેમ્બરો છે. ડાયરેક્ટ્રેટે કરેલી તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે ભારતમાં આ ઉત્પાદનોની આયાતમાં અચાનક, ઝડપી અને નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી સ્થાનિક ઉદ્યોગ/ઉત્પાદકોને ગંભીર ઈજા પહોંચી શકે છે.
આ પણ વાંચો -ઉત્તર પ્રદેશમાં 56000000000 રૂપિયા થશે 'સ્વાહા', જાણો શું છે આખો મામલો
12 ટકા ટેરિફની કરી ભલામણ
ડિજીટીઆરે 18 માર્ચની તેમની નોટિફીકેશનમાં કહ્યું હતું કે એવી ગંભીર સ્થિતિઓ આવી ગઈ છે કે જ્યાં અસ્થાયી સુરક્ષાના પગલાં લાગુ કરવામાં જો મોડુ કરવામાં આવ્યું તો નુકસાનીનો સામનો કરવો પડશે અને તેની ભરપાઈ કરવી પણ મુશ્કેલ હશે. જેથી અસ્થાયી સુરક્ષા પગલાં તાત્કાલિક અમલમાં મૂકવાની જરૂર છે.
આ પણ વાંચો -Welcome Back Crew9! ધરતીએ તમને યાદ કર્યા : PM મોદી
કોરિયા,ચીન અને જાપાનને થશે અસર
ઈન્ડસ્ટ્રી પાસેથી મળતી માહિતી પ્રમાણે ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં માંગના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. આ ઉત્પાદનોનું ઈમ્પોર્ટ 2021-22 દરમિયાન 22.93 ટનથી વધીને 2021-24 દરમિયાન 66.12 ટન થઈ ગયું હતું. ચીન, જાપાન, કોરિયાન અને વિયતનામ સહિતના તમામ દેશોને કારણે ઈમ્પોર્ટમાં વધારો થયો છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ તમામનો ઉદ્શ્ય ઈમ્પોર્ટના વધારા વિરુદ્ધ ભારતના ઘરેલું ઉદ્યોગની રક્ષા કરવાનો પણ છે.