Rajasthan : ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા CM, દિયા કુમારી- પ્રેમચંદ બૈરવાએ લીધા Dy CM પદના શપથ
ભજનલાલ શર્માએ શુક્રવારે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં ભજનલાલ શર્માની સાથે આ બંને નેતાઓએ પણ પદ અને ગુપ્તતાના શપથ લીધા. રાજ્યપાલ કલરાજ મિશ્રા ત્રણેયને શપથ લેવડાવ્યા. આલ્બર્ટ હોલની બહાર આયોજિત આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા ભાગ લીધો. આ ઉપરાંત 19 મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો. આ સમારોહમાં મોટી સંખ્યામાં લોકો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો ઉપસ્થિત
ભજનલાલ શર્માએ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્મા પહેલીવાર વિધાનસભા પહોંચ્યા છે અને ભાજપે તેમને પહેલીવાર મુખ્યમંત્રી બનાવ્યા છે. ભજનલાલ શર્મા બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે અને આ સમુદાયનો એક વ્યક્તિ 33 વર્ષ પછી રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા છે.
દિયા કુમારી રાજસ્થાનના ડેપ્યુટી સીએમ બન્યા
વિદ્યાધર નગરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દિયા કુમારીએ રાજસ્થાનના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. દિયા કુમારીને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમની સાથે પ્રેમચંદ બૈરવાને પણ રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે
પ્રેમચંદ બૈરવા રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બન્યા
ભારતીય જનતા પાર્ટીના નેતા અને ડુડુ ધારાસભ્ય પ્રેમચંદ બૈરવાએ રાજસ્થાનમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમની સાથે ભાજપે દિયા કુમારીને પણ રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવ્યા છે.
આ પણ વાંચો-KASHMIR : શું POK પરત લેવાનો મોદી સરકારનો પ્લાન ? વાંચો આ અગત્યના સંકેતો