Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bengaluru Cafe Blast Update: બેંગલોર કેફે બ્લાસ્ટની કમાન NIA અને FSL ટીમે સંભાળી

Bengaluru Cafe Blast Update: તાજેતરમાં બેંગલોર (Bengaluru) ના રાજાજીનગરમાં એક ભયાવહ આકસ્માત સર્જાયો હતો. બપોરના 1 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો. રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટ થયા બાદ વ્હાઇટફિલ્ડ (Whitefield) વિસ્તારના ડેપ્યુટી પોલીસ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ કાફે બેંગલોર (Bengaluru) માં...
10:34 AM Mar 02, 2024 IST | Aviraj Bagda
A gas cylinder blast occurred in a cafe

Bengaluru Cafe Blast Update: તાજેતરમાં બેંગલોર (Bengaluru) ના રાજાજીનગરમાં એક ભયાવહ આકસ્માત સર્જાયો હતો. બપોરના 1 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો. રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટ થયા બાદ વ્હાઇટફિલ્ડ (Whitefield) વિસ્તારના ડેપ્યુટી પોલીસ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ કાફે બેંગલોર (Bengaluru) માં સૌથી લોકપ્રિય ફૂડ જોઈન્ટ્સમાંનું એક છે.

FSL ની ટીમ પુરાવા એકત્ર કરી રેસ્ટોરન્ટની બહાર આવી

NIA એ રામેશ્વરમ કેફે બ્લાસ્ટની તપાસ શરૂ કરી છે. એજન્સીએ બ્લાસ્ટ સ્થળ પરથી તમામ પુરાવા એકત્ર કર્યા છે. મોડી રાત્રે FSL ની ટીમ પુરાવા એકત્ર કરી રેસ્ટોરન્ટની બહાર આવી હતી. હવે તેમની તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ વિસ્ફોટ કયા પ્રકારનો હતો.

બેંગલોર સીએમનું ઘટના પર નિવેદન

તે ઉપરાંત ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર (Deputy CM DK Shivkumar) ઘટના સ્થળે પહોંચ્યા હતા. CM અને Deputy CM પણ માની રહ્યા છે કે બ્લાસ્ટ એક ષડયંત્રના ભાગરૂપે થયો છે. સિદ્ધારમૈયા (CM Siddaramaiah) એ કહ્યું, આ બ્લાસ્ટ ઓછી તીવ્રતાવાળો હતો. તેથી કોઈ મોટી જાનહાનિ નોંધાઈ ન હતી. જોકે 10 લોકો ઘાયલ થયા હતા. તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તે તમામ લોકો હાલમાં સ્વસ્થ છે. તો દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર બેંગલોરમાં કેમેરા સિસ્ટમ છે. ટૂંક સમયમાં બધું સ્પષ્ટ થઈ જશે.

આ પણ વાંચો: Bengaluru Cafe Blast: બેંગલુરૂના રાજાજીગરમાં આવેલા ફેમસ કેફેમાં થયો ભયાનક બ્લાસ્ટ

Tags :
BengaluruBengaluru Cafe BlastBengaluru Cafe Blast UpdateBomb Disposal SquadCafe BlastDog SquadFSLGujaratFirstNationalNIA
Next Article