છત્તીસગઢમાં CMની જાહેરાત પહેલા રમણ સિંહનો અધિકારીઓને કડક આદેશ, કહ્યું- જ્યાં સુધી નવી સરકાર ન બને ત્યાં સુધી તમે..!
છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને સ્પષ્ટ બહુમત મળ્યું છે. ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી ભૂપેશ બધેલે રાજ્યપાલને રાજીમાનું આપ્યું છે. રાજ્યમાં સત્તા પરિવર્તન વચ્ચે મંગળવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. રમણસિંહ એ વહીવટી અધિકારીઓને ખોટી પ્રક્રિયાથી કામ ન કરવાની સલાહ આપી છે.
જણાવી દઈએ કે, ડૉ. રમણ સિંહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને લખ્યું કે,'આજે મને કેટલાક સૂત્રોમાંથી માહિતી મળી છે કે રાજ્યના કેટલાક અધિકારીઓ મહત્ત્વપૂર્ણ ફાઇલોને બેકડેટિંગ કરીને મંજૂર કરી રહ્યા છે, જે સંપૂર્ણપણે અયોગ્ય છે. હું આવા તમામ અધિકારીઓને કહેવા માંગુ છું કે તમે વહીવટી તંત્રનો એક ભાગ છો અને જ્યાં સુધી રાજ્યમાં નવી સરકાર ન બને ત્યાં સુધી તમે બધા આવા અયોગ્ય કામ કરવાથી દૂર રહો.'
અધિકારીઓને રમણ સિંહની સૂચના
ખરેખર, રમણ સિંહને આ માહિતી મળી હતી કે કેટલાક વહીવટી અધિકારી મહત્ત્વપૂર્ણ ફાઇલો સાથે છેડછાડ કરી રહ્યા છે અને ફાઇલોમાં બેક ડેટ નાખીને સ્વીકાર કરી રહ્યા છે, જેના પછી રમણ સિંહે અધિકારીઓને આ સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી છત્તીસગઢમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી અને સીએમની રેસમાં પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહનું નામ પણ સામેલ છે.
આ પણ વાંચો- તાબડતોડ ફાયરિંગ કરી હત્યા કરનારા બે હુમલાખોરોની ઓળખ થઈ, એક નાગૌર તો બીજો હરિયાણાનો!