સંસદમાં શરૂ થઇ Bag Politics! ભાજપના સાંસદે 1984 લખેલી બેગ પ્રિયંકા ગાંધીને આપી
- સંસદમાં બેગ દ્વારા રાજનીતિક સંદેશ આપતા સાંસદ
- 1984ના રમખાણો પર લખેલી બેગ લઈ પહોંચ્યા ભાજપના સાંસદ
- પ્રિયંકા ગાંધી અને અપરાજિતા સારંગી વચ્ચે બેગ પોલિટિક્સ
- 1984 રમખાણોની બેગ સાથે પ્રિયંકા ગાંધીનો વિરોધ
- પ્રિયંકા ગાંધીને આપવામાં આવી 1984 રમખાણોની બેગ
- સંસદમાં પેલેસ્ટાઇનથી 1984 સુધીની ચર્ચાઓ
Parliament Politics : દેશના સંસદમાં રાજનીતિ જોરશોરથી થઇ રહી છે. જનતા સંસદમાં થઇ રહેલી તમામ ગતિવિધીઓને નજીકથી જોઇ રહી છે. સંસદમાં કે તેની બહાર પક્ષ-વિપક્ષ રોજ કોઇને કોઇ એવું કાર્ય કરતા જોવા મળે છે જેથી તેઓ ચર્ચામાં બની રહે છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સંસદમાં પેલેસ્ટાઈન અને પછી બાંગ્લાદેશ લખેલી બેગ લઇને પહોંચ્યા હતા, જેની ખૂબ ચર્ચાઓ થઇ રહી, હવે આ પગલે ભાજપના સાંસદ પણ ચાલ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
ભાજપના સાંસદે પ્રિયંકા ગાંધીને આપી બેગ
આજકાલ સંસદ ભવનમાં પ્રિયંકા ગાંધીની બેગ ચર્ચાનો વિષય બની રહી છે. તાજેતરમાં, ભાજપના સાંસદ અપરાજિતા સારંગીએ પ્રિયંકાને 1984ના રમખાણોની યાદ અપાવતી બેગ ભેટ આપી છે. આ બેગ પર 1984 લખેલું હતું અને આ બેગ 1984ના ભયાનક રમખાણોના અનુભવોને તાજું કરી રહી હતી. જ્યારે અપરાજિતા આ બેગને પ્રિયંકાની તરફ લંબાવી રહી હતી, ત્યારે પ્રિયંકાએ તેને સ્વીકારી અને પોતાની પાસે રાખી. 1984માં દિલ્હીમાં થયેલા રમખાણોમાં ઘણા લોકો માર્યા ગયા હતા, અને આ બેગ પહેલી નજરે તે ભયાનક યાત્રાનું સ્મરણ કરાવતી હોય તેવું લાગી રહ્યું છે.
VIDEO | Delhi: BJP MP Aparajita Sarangi (@AprajitaSarangi) brings a bag with '1984' written on it to the Parliament.
(Source: Third Party) pic.twitter.com/yaHYUqn5qZ
— Press Trust of India (@PTI_News) December 20, 2024
પ્રિયંકા ગાંધીની બેગ અને તેના નવા સ્લોગન
પ્રિયંકા ગાંધી તેમના સંસદના પ્રવેશ દરમિયાન નવી-નવી બેગ સાથે ચર્ચામાં રહી છે. આ બેગ પર કેટલાક નવા સ્લોગન પણ લખેલા છે. જેમા ક્યારેક "અદાણી," "બાંગ્લાદેશ," અને "પેલેસ્ટાઈન. લખેલું જોવા મળ્યું છે" આ બેગોએ સસ્પેન્સ અને ચર્ચાનું મંચ તૈયાર કર્યું છે. આજે, જ્યારે અપરાજિતા સારંગીએ પ્રિયંકાને 1984ના રમખાણોની યાદ અપાવતી બેગ ભેટ આપી, ત્યારે આ પણ ચર્ચાનો મુદ્દો બની ગયો છે. અપરાજિતા સારંગીએ જણાવ્યું કે, "પ્રિયંકા ગાંધી ઘણીવાર નવી બેગ લઈને સંસદ પહોંચે છે, તેથી મે તેમને 1984ના રમખાણોની યાદ અપાવતી આ બેગ આપવાનો વિચાર કર્યો." આ બેગ 1984ના દંગાની યાદ અપાવે છે. બીજી બાજુ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પેલેસ્ટાઈનના સ્લોગન સાથે સંસદમાં પ્રવેશ કરનારા પ્રિયંકાની ઝાટકણી કાઢી હતી. યોગીએ વિધાનસભામાં આ મુદ્દે જણાવ્યું હતું કે, "કોંગ્રેસના એક નેતા પેલેસ્ટાઈન લખેલી બેગ લઈને સંસદમાં પ્રવેશ કરી રહ્યા છે, જયારે અમે ઉત્તરપ્રદેશના યુવાનોને ઈઝરાયલ મોકલી રહ્યા છીએ."
આ પણ વાંચો: દિલ્હી પોલીસ ગૃહમંત્રી જે કહેશે તે જ કરશે : સાંસદ જયરામ રમેશ