Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BABA RAMDEV ફરી વિવાદમાં, પતંજલિ એલચી સોન પાપડી ફૂડ ટેસ્ટમાં ફેલ

BABA RAMDEV PATANJALI FOOD TEST FAIL : બાબા રામદેવની ( BABA RAMDEV ) કંપની પતંજલિની મુસીબતો ખાતમ થવાનું નામ લઈ રહી નથી. કોર્ટે હવે વધુ સખત વલણ બાબા રામદેવની પતંજલિ પ્રોડક્ટસ ઉપર અપનાવ્યું છે. સમગ્ર બાબત એમ છે કે, ઉત્તરાખંડના...
12:26 PM May 20, 2024 IST | Harsh Bhatt

BABA RAMDEV PATANJALI FOOD TEST FAIL : બાબા રામદેવની ( BABA RAMDEV ) કંપની પતંજલિની મુસીબતો ખાતમ થવાનું નામ લઈ રહી નથી. કોર્ટે હવે વધુ સખત વલણ બાબા રામદેવની પતંજલિ પ્રોડક્ટસ ઉપર અપનાવ્યું છે. સમગ્ર બાબત એમ છે કે, ઉત્તરાખંડના પિથોરાગઢના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પતંજલિ આયુર્વેદ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર સહિત ત્રણ લોકોને સોન પાપડીના ટેસ્ટમાં નાપાસ થવા બદલ છ મહિનાની જેલની સજા ફટકારી છે. ત્રણેયને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો...

બાબાની હલકી ગુણવત્તા વાળી સોનપાપડી

તમને જણાવી દઈએ કે, સોન પાપડીનો આ સમગ્ર મામલો 2019 સાથે સંબંધિત છે. ઉત્તરાખંડના પિથોરાગઢથી પતંજલિ નવરત્ન ઈલાયચી સોન પાપડીને લઈને ખૂબ ફરિયાદો સામે આવી હતી.  આ ફરિયાદો સામે આવ્યા બાદ, ફૂડ સેફ્ટી ઈન્સ્પેક્ટરે પિથોરાગઢના બેરીનાગ વિસ્તારમાં આવેલી લીલા ધાર પાઠકની દુકાનમાંથી સેમ્પલ લીધા હતા. જે બાદ  દુકાનદારની સાથે પતંજલિ આયુર્વેદ લિમિટેડને પણ નોટિસ ફટકારવામાં આવી છે. ડિસેમ્બર 2020 માં, ઉધમ સિંહ નગરની લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં સોન પાપડી હલકી ગુણવત્તાની હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી દુકાનના માલિક લીલાધર પાઠક, ડિસ્ટ્રીબ્યુટર અજય જોશી અને પતંજલિના આસિસ્ટન્ટ મેનેજર અભિષેક કુમાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

કોર્ટે ફટકાર્યો દંડ

સોન પાપડીના આ કેસમાં ચુકાદો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ આપવામાં આવ્યો છે. કોર્ટે ત્રણેય આરોપીઓને છ મહિનાની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ત્રણેય પર 5,000, 10,000 અને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અહી નોંધનીય છે કે, અગાઉ પણ સુપ્રીમ કોર્ટે બાબાને લપડાક લગાવી હતી કારણ કે, ભ્રામક જાહેરાતો આપી પતંજલિએ લોકોને ઠગ્યા હતા. એટલું જ નહીં વાત તો એ સુધી પહોંચી હતી કે બાબાએ સુપ્રીમના આદેશનો પણ અનાદર કર્યો હતો. અગાઉ કોર્ટે 14 પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવાયો હતો પ્રતિબંધ. આ 14 પ્રોડક્ટ ઉપર લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ..

આ પણ વાંચો : BJP : રજૂઆત કરો પણ લેટર વાયરલ……!

Tags :
Baba RamdevBABA RAMDEV CASEBaba Ramdev PatanjaliCOURT CASEFOOD TESTPATANJALI SONPAPDIUttarakhandUTTARAKHAND COURT
Next Article