Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Baba Ramdev : પતંજલિ આયુર્વેદને સુપ્રીમ કોર્ટની લપડાક, સુપ્રીમના આદેશ બાદ પણ દર્શાવી ભ્રામક જાહેરાત...

સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતના કેસમાં પતંજલિ આયુર્વેદ અને તેના એમડી આચાર્ય બાલકૃષ્ણને અવમાનનાની નોટિસ જારી કરી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMA એ 2022માં પતંજલિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. IMA એ અરજીમાં કહ્યું હતું કે બાબા રામદેવ (Baba...
baba ramdev   પતંજલિ આયુર્વેદને સુપ્રીમ કોર્ટની લપડાક  સુપ્રીમના આદેશ બાદ પણ દર્શાવી ભ્રામક જાહેરાત

સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતના કેસમાં પતંજલિ આયુર્વેદ અને તેના એમડી આચાર્ય બાલકૃષ્ણને અવમાનનાની નોટિસ જારી કરી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMA એ 2022માં પતંજલિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. IMA એ અરજીમાં કહ્યું હતું કે બાબા રામદેવ (Baba Ramdev) સોશિયલ મીડિયા પર એલોપેથી વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. આ કેસની સુનાવણી જસ્ટિસ અમાનુલ્લાહની બેંચમાં ચાલી રહી છે. છેલ્લી સુનાવણી 21 નવેમ્બર 2023 ના રોજ થઈ હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે પતંજલિએ ભ્રામક દાવાવાળી તમામ જાહેરાતો તાત્કાલિક બંધ કરવી પડશે. કોર્ટ આવા કોઈપણ ઉલ્લંઘનને ખૂબ જ ગંભીરતાથી લેશે અને ઉત્પાદન પરના દરેક ખોટા દાવા માટે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ લાદી શકે છે.

Advertisement

IMA ના વકીલે કહ્યું- પતંજલિએ ડાયાબિટીસ અને અસ્થમાનો ઈલાજ કરવાનો દાવો કર્યો...

IMA વતી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ પીએસ પટવાલિયાએ કહ્યું કે પતંજલિએ યોગથી ડાયાબિટીસ અને અસ્થમાને 'સંપૂર્ણપણે ઈલાજ' કરવાનો દાવો કર્યો હતો. તેના પર કોર્ટે કહ્યું- તમારા (પતંજલિ)માં કોર્ટના આદેશ બાદ પણ આ જાહેરાત લાવવાની હિંમત હતી. કોર્ટે કહ્યું- હવે અમે કડક આદેશ આપવા જઈ રહ્યા છીએ. અમારે આમ કરવું પડશે કારણ કે તમે કોર્ટને ઉશ્કેરી રહ્યા છો. કોર્ટે કેન્દ્ર સરકાર સામે પણ આકરી ટીપ્પણી કરી હતી. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું- આખા દેશ સાથે છેતરપિંડી થઈ રહી છે અને સરકાર આંખ આડા કાન કરી રહી છે.

Advertisement

પતંજલિએ એલોપેથી વિરુદ્ધ જાહેરાતો ન આપવી જોઈએ- કોર્ટ

કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે પતંજલિ આયુર્વેદ ભવિષ્યમાં આવી કોઈ જાહેરાત પ્રકાશિત કરશે નહીં અને એ પણ સુનિશ્ચિત કરશે કે પ્રેસમાં તેના દ્વારા આવા કેઝ્યુઅલ નિવેદનો ન આપવામાં આવે. બેન્ચે એમ પણ કહ્યું કે તે આ મુદ્દાને 'એલોપથી vs આયુર્વેદ'ની ચર્ચામાં ફેરવવા માંગતી નથી પરંતુ ભ્રામક તબીબી જાહેરાતોની સમસ્યાનો વાસ્તવિક ઉકેલ શોધવા માંગે છે. અગાઉની સુનાવણીમાં તત્કાલિન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમન્નાએ કહ્યું હતું કે, 'બાબા રામદેવ (Baba Ramdev) તેમની મેડિકલ સિસ્ટમને લોકપ્રિય બનાવી શકે છે, પરંતુ તેમણે અન્ય સિસ્ટમની ટીકા શા માટે કરવી જોઈએ. આપણે બધા તેમનો આદર કરીએ છીએ, તેમણે યોગને લોકપ્રિય બનાવ્યો, પરંતુ તેમણે અન્ય પ્રણાલીઓની ટીકા ન કરવી જોઈએ.

આ પણ વાંચો : Lok Sabha Election 2024 : AAP એ દિલ્હી-હરિયાણામાં લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી…

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.