Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બદલાશે રેલવે સ્ટેશનનું નામ, પૂરી થશે CM યોગીની ઇચ્છા

અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે. ત્યારે હવે રામનગરીના અયોધ્યા રેલવે સ્ટેશનને લઈ મોટા સમાચાર આવ્યા છે. રેલવે સ્ટેશનનું (Ayodhya Railway Station) નામ...
ayodhya   પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બદલાશે રેલવે સ્ટેશનનું નામ  પૂરી થશે cm યોગીની ઇચ્છા

અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે. ત્યારે હવે રામનગરીના અયોધ્યા રેલવે સ્ટેશનને લઈ મોટા સમાચાર આવ્યા છે. રેલવે સ્ટેશનનું (Ayodhya Railway Station) નામ બદલવામાં આવ્યું છે. હવે અયોધ્યામાં રેલવે સ્ટેશન 'અયોધ્યા ધામ' તરીકે ઓળખાશે.

Advertisement

માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Chief Minister Yogi Adityanath) બે દિવસ પહેલા નિરીક્ષણ દરમિયાન 'અયોધ્યા ધામ' સ્ટેશન નામ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભગવાન શ્રીરામની નગરીની ગરિમાને ધ્યાનમાં રાખીને રેલવે એ અયોધ્યા (Ayodhya) જંકશનનું વિસ્તરણ કર્યું છે. ઐતિસાહિક રામમંદિરના નિર્માણને લઈ રામનગરીમાં ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અયોધ્યા જંકશનની જૂની ઇમારતને નવો લુક આપવામાં આવ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે રેલવે સ્ટેશન બિલ્ડિંગને મંદિર તરીકે વિકસાવવામાં આવી છે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે.

Advertisement

30 ડિસેમ્બરે પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

ત્રેતાયુગની આભાને પ્રતિબિંબિત કરવા માટે એક સ્થળ તરીકે અયોધ્યા રેલવે સ્ટેશનને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સ્ટેશન જોઈને તમને એક ભવ્ય મંદિર જેવો અનુભવ થશે. રામ મંદિર અહીંથી લગભગ એક કિલોમીટર દૂર છે. આ સ્ટેશનની ક્ષમતા અંદાજે 50 હજાર મુસાફરોની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 30મી ડિસેમ્બરે તેનું ઉદ્ઘાટન કરશે.

Advertisement

આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીરમાં આ સંગઠન પર ગૃહમંત્રી અમિત શાહની મોટી કાર્યવાહી, UAPA હેઠળ લગાવ્યો પ્રતિબંધ

Tags :
Advertisement

.