Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayodhya : જાણો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું શેડ્યૂલ, 16થી 22 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમો યોજાશે!

અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pran Pratishtha Mohotsav) પહેલા વિધિવત પૂજા અર્ચના કરવા માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે. આ પહેલા વિધિવત રીતે...
ayodhya   જાણો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું શેડ્યૂલ  16થી 22 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમો યોજાશે

અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pran Pratishtha Mohotsav) પહેલા વિધિવત પૂજા અર્ચના કરવા માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે. આ પહેલા વિધિવત રીતે રામલ્લાના આસન, અનુષ્ઠાન, પ્રાણ પ્રતિષ્ઠા પૂજનની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Advertisement

વારાણસીથી આવેલા વૈદિક આચાર્યોના જણાવ્યા મુજબ, સિંહાસન (આસન) પર સૌપ્રથમ કુર્મ શિલા અને સોનાના બનેલા કાચબા અને બ્રહ્મા શિલાનું પણ અધિવાસ (સ્થળ) પૂજન કરવામાં આવશે. ત્રણ પિંડિકાઓ પણ રાખવામાં આવશે. આચાર્યોના મતે, આ સિવાય ભગવાનના આસનની નીચે શ્રીરામ યંત્રની સ્થાપના કરવામાં આવશે.

મીડિયા અહેવાલ અનુસાર, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલાના આસનનું પૂજન પણ કરવામાં આવશે. આસનની નીચે કુલ 45 પ્રવાહી રાખવામાં આવશે. તેમાં રહેલા નવ રત્નોમાં હીરા, પન્ના, મોતી, માણેક, પોખરાજ, ગોમેદ ઉપરાંત પારા, સપ્ત ધાન્ય અને વિવિધ ઔષધિઓનો સમાવેશ થાય છે. આ પછી નવી મૂર્તિને આસન પર વિરાજમાન કરવામાં આવશે. ભગવાનની આંખોને ગાયના દૂધ અને મધ સાથે મિશ્રિત સોનાની પટ્ટીથી અભિષેક કરવામાં આવશે. ત્યાર બાદ ભગવાનને અરીસો બતાવવામાં આવશે.

Advertisement

સૌજન્ય- Google

Advertisement

16થી 22 જાન્યુઆરીના કાર્યક્રમ :

સોમવારે વિશ્વ હિંદુ પરિષદે સ્પષ્ટ કર્યું કે, ભગવાન રામની પ્રતિમા માત્ર મંદિર પરિસરમાં જ ભ્રમણ કરશે. મીડિયા રિપોર્ટ મુજબ, VHPએ સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા પૂજાનના ક્રમ અંગે સ્પષ્ટતા કરી છે. જે જગ્યાએ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યાંથી કર્મકુટી વિધિથી પૂજાની શરૂઆત થશે. પ્રતિમા બનાવનાર કારીગરો પ્રાયશ્ચિત પૂજન કરશે. કાર્યક્રમ મુજબ, 16મી જાન્યુઆરીથી પૂજાની પ્રક્રિયા શરૂ થશે. આ શુભ દિવસે રામલ્લાની મૂર્તિની સ્થાપનાની વિધિ શરૂ થશે. જ્યારે 17 જાન્યુઆરીએ રામલ્લાની મૂર્તિનું પરિસર ભ્રમણ કરાવવામાં આવશે અને ગર્ભગૃહને શુદ્ધ કરવામાં આવશે. 18 જાન્યુઆરીએ અભિષેક વિધિ શરૂ થશે. ઉપરાંત, મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, ગણેશ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા પૂજા થશે. 19 જાન્યુઆરીએ સવારે યજ્ઞ, અગ્નિકુંડની સ્થાપના અને ત્યારબાદ નવગ્રહ હોમ કરવામાં આવશે. 20 જાન્યુઆરીએ સવારે ફૂલ અને રત્નો અને સાંજે ઘી ચઢાવવામાં આવશે. 21 જાન્યુઆરીએ રોજ રામલ્લાને 125 કલશ સાથે દિવ્ય સ્નાન કરાવવામાં આવશે. 22 જાન્યુઆરીએ મધ્યરાત્રિએ રામલલ્લાની મૂર્તિની આંખની પટ્ટી હટાવીને તેમને અરીસો બતાવવામાં આવશે.

આ પણ વાંચો - Ayodhya Ram Mandir- નિર્માણમાં જોતરાયેલા કારીગરો ય રામમય

Tags :
Advertisement

.