Ayodhya Gangrape Case : મોઈદ ખાનના શોપિંગ કોમ્પ્લેક્સ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું
- અયોધ્યા ગેંગરેપ કેસમાં આરોપીના મકાન પર બુલડોઝર ચલાવવામાં આવ્યું
- આરોપ છે કે મોઈદ ખાને સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરીને આ મકાન બનાવ્યું હતું
- આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે
Ayodhya Gangrape Case : અયોધ્યાના ભાદરસા સામૂહિત દુષ્કર્મ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસના આરોપી મોઈદ ખાન (Moid Khan) ના શોપિંગ કોમ્પ્લેક્સ (Shopping Complex) પર બુલડોઝર (Bulldozers) ચલાવીને તેને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી માટે મોટી સંખ્યામાં બુલડોઝર અને પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.
શા માટે થઈ રહી છે આ કાર્યવાહી?
આરોપ છે કે મોઈદ ખાને સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરીને આ શોપિંગ કોમ્પ્લેક્સ બનાવ્યું હતું. આ કારણે જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જણાવી દઇએ કે, આ કાર્યવાહી શરૂ કરતા પહેલા શોપિંગ કોમ્પ્લેક્સને ખાલી કરાવવામાં આવ્યું હતું. અહીં આવેલી પંજાબ નેશનલ બેંક (PNB)ની ઓફિસ પણ ખાલી કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, શોપિંગ કોમ્પ્લેક્સના ત્રીજા ભાગને તોડી પાડવામાં આવશે. આ પહેલા આરોપી મોઈદ ખાનની બેકરી પર પણ બુલડોઝર ચલાવીને તેને તોડી પાડવામાં આવી હતી. દરમિયાન, અયોધ્યા સામૂહિક દુષ્કર્મ પીડિતા (Ayodhya gang rape victim) ની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તે હાલમાં લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)માં ગર્ભપાત કરાવ્યા બાદ તેના પરિવાર સાથે ઘરે છે. તેની અને તેના પરિવારની સુરક્ષા માટે 30 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
#WATCH | Ayodhya gang-rape incident | Police and administration carry out demolition drive at shopping complex owned by accused SP leader, for illegal construction. pic.twitter.com/r9TXr7Lidw
— ANI (@ANI) August 22, 2024
આરોપી સહિત બે લોકોની ધરપકડ
30 જુલાઈના રોજ અયોધ્યા પોલીસે જિલ્લાના પુરાકલંદર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાદરસા નગરમાં બેકરીની દુકાન ચલાવતા મોઈદ ખાન અને તેના કર્મચારી રાજુ ખાનની 12 વર્ષની બાળકી પર ગેંગરેપ કરવા બદલ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે મોઈદ અને રાજુ ખાને બે મહિના પહેલા સગીર પર દુષ્કર્મ કર્યો હતો અને આ કૃત્યને રેકોર્ડ પણ કર્યું હતું. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે તાજેતરની તબીબી તપાસમાં પીડિતા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: દુષ્કર્મમાં પોર્નની ભૂમિકા કેટલી? દેશમાં કાયદાની તાજેતરની જોગવાઈઓ