UP STF એ ઝાંસીમાં Asad Ahemad અને ગુલામને કર્યાં ઠાર, ઉમેશ પાલ હત્યા કેસમાં હતા ફરાર
માફિયા અતિક અહેમદના પુત્ર અને ઉમેશ પાલ હત્યાકાંડમાં શૂટર અસદને ઠાર કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ શૂટર મોહમ્મદ ગુલામને પણ મારી નાખવામાં આવ્યો છે. ઝાંસીમાં UP STF ના ડેપ્યુટી એસપી નવેંદુ અને વિમલના નેતૃત્વમાં પાંચ લાખનું ઈનામ જેમના પર હતું તે અસદ અને મોહમ્મદ ગુલામને ઠાર કરી દીધો છે. બંને પાસેથી પોલીસને વિદેશી હથિયાર મળ્યું છે.
UP પોલીસને મોટી સફળતા
એક બાજુ ઉમેશ પાલ હત્યાકાંડમાં અતીક અહેમદ અને અશરફને આજે કોર્ટમાં રજુ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશ પોલીસને મોટી સફળતા મળી છે. STF એ ઝાંસીમાં અતીક અહેમદના પુત્ર અસદને ઠાર કરી દીધો છે આ સાથે જ ઉમેશપાલની ધોળા દિવસે હત્યા કરનારા મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો છે.
12 પોલીસ કર્મચારીઓની ટીમે કર્યું એન્કાઉન્ટર
અસદ અને મોહમ્મદ ગુલામ આજે ઝાંસીમાં બડાગાંવ અને ચિરગાંવ પોલીસ મથક વિસ્તાર વચ્ચે પારીછા ડૈમના વિસ્તારમાં છૂપાયેલા હતા. UP STF ના ADG અમિતાભ યશે કહ્યું કે, અસદ અને ગુલામને જીવતા પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તેમણે STF ની ટીમ પર ફાયરિંગ કર્યું જે પછી એન્કાઉન્ટરમાં માર્યો ગયો. 12 પોલીસ કર્મચારીઓની ટીમે એન્કાઉન્ટરને અંજામ આપ્યો.
40 રાઉન્ડ ફાયરિંગ
અસદ અને મોહમ્મદ ગુલામ એક બાઈકમાં જઈ રહ્યાં હતા ત્યારે પોલીસ અને UP STF ની ટીમે બંનેને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન અસદ અને મોહમ્મદ ગુલામે પોલીસની ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું. બંને તરફથી લગભગ 40 રાઉન્ડ ફાયરિંગ થયું અને બંને શૂટર્સ અસદ અને ગુલામને ઠાર કરાયા છે. તેમની પાસે એક બ્રિટિશ બુલડોગ રિવોલ્વર અને વોલ્થર પિસ્ટલ પણ મળી છે.
ઉમેશ હત્યાકાંડ બાદ અસદ અને ગુલામ બાઈક પર બેસીને કાનપુર પહોંચ્યા. કાનપુરથી બસમાં બેસીને અસદ અને ગુલામ નોઈડા ડીએનડી પહોંચ્યા. અહીં બંને ઉતર્યાં અને અહીં હાજપ કેટલાંક લોકોએ બંનેને ઓટોમાં બેસાડીને દિલ્હીના સંગમ વિહાર પહોંચ્યા. દિલ્હીના સંગમ વિહાપમાં બંને 15 દિવસ રોકાયા હતા.
દિલ્હી પોલીસે જાવેદ, ખાલિદ અને જીશાનની ધરપકડ કરી. ત્રણેયની UP STF એ પુછપરછ કરી જે બાદ પુરાવો મળ્યો કે દિલ્હીથી અસદ અને ગુલામ અજમેર ગયા. અઝમેર તેઓ થોડાં દિવસ રોકાયા અને અઝમેરથી તેઓ ઝાંસી પહોંચ્યા અહીં તેઓ એન્કાઉન્ટરમાં ઠાર થયાં.