Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Atal setu : 30 હજાર કરોડના ખર્ચે બનેલા, દેશના સૌથી લાંબા બ્રિજનું PM મોદી આજે કરશે ઉદ્ઘાટન

Atal setu : દેશના PM  મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન PM મોદી સમુદ્ર પર બનેલા ભારતના સૌથી લાંબા પુલનું આજે ઉદ્ઘાટન કરશે. શહેરી પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને મજબૂત કરીને લોકોની અવરજવરમાં સરળતા વધારવાના તેમના વિઝનને અનુરૂપ PM મોદી મુંબઈ...
atal setu   30 હજાર કરોડના ખર્ચે બનેલા  દેશના સૌથી લાંબા બ્રિજનું pm મોદી આજે કરશે ઉદ્ઘાટન

Atal setu : દેશના PM  મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન PM મોદી સમુદ્ર પર બનેલા ભારતના સૌથી લાંબા પુલનું આજે ઉદ્ઘાટન કરશે. શહેરી પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને મજબૂત કરીને લોકોની અવરજવરમાં સરળતા વધારવાના તેમના વિઝનને અનુરૂપ PM મોદી મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (MTHL)નું ઉદ્ઘાટન કરશે. જેને હવે 'અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ' નામ આપવામાં આવ્યું છે. ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ 17,840 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

Advertisement

PM મોદી આજે  મહારાષ્ટ્રના નાસિકમાં 27 માં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ રાજ્યમાં રૂ.30,500 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. મહત્વનું છે કે, PM મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. તે ભારતનો સૌથી લાંબો પુલ અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે. આ બ્રિજ લગભગ 21.8 કિમી લાંબો સિક્સ લેન બ્રિજ છે, જેની લંબાઈ દરિયા પર લગભગ 16.5 કિમી અને જમીન પર લગભગ 5.5 કિમી છે.

Advertisement

આ પુલ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ડાયરેક્ટ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતમાં મુસાફરીનો સમય પણ ઘટાડશે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આનાથી મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે. વડાપ્રધાન મોદી 'ઈસ્ટર્ન ફ્રીવેઝ ઓરેન્જ ગેટ' ને મરીન ડ્રાઈવથી જોડતી રોડ ટનલનો શિલાન્યાસ પણ કરશે. 9.2 કિમી લાંબી ટનલ રૂ. 8,700 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે અને તે મુંબઈમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નોંધપાત્ર વિકાસ હશે.

PM મોદી સૂર્ય પ્રાદેશિક પીવાના પાણી પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂ. 1,975 કરોડથી વધુના ખર્ચે વિકસિત, આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના પાલઘર અને થાણે જિલ્લાઓને પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડશે, જેનાથી અંદાજે 14 લાખ લોકોને ફાયદો થશે. PM મોદી અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. તેઓ 'સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન'- સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEEPZ) માટે 'ભારત રત્નમ' (Mega Common Facilitation Centre)નું ઉદ્ઘાટન કરશે. તેમાં આ ક્ષેત્રના કર્મચારીઓના કૌશલ્ય વિકાસ માટે તાલીમ શાળા હશે, જેમાં ખાસ-વિકલાંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 'મેગા કોમન ફેસિલિટેશન સેન્ટર' જેમ્સ અને જ્વેલરીના વેપારમાં નિકાસ ક્ષેત્રને પરિવર્તિત કરશે અને સ્થાનિક ઉત્પાદનમાં પણ મદદ કરશે.

Advertisement

જાણો અટલ સેતુ સાથે જોડાયેલી ખાસ બાબતો

એક અધિકારીના જણાવ્યા અનુસાર આ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર કાર, ટેક્સી, લાઇટ મોટર વ્હીકલ, મિની બસ અને ટુ-એક્સલ બસ જેવા વાહનોની સ્પીડ લિમિટ 100 કિલોમીટર પ્રતિ કલાક હશે. તેમણે કહ્યું કે, બ્રિજ પર ચડતી અને ઉતરતી વખતે વાહનોની ગતિ મર્યાદા 40 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત રહેશે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક મુંબઈમાં સેવરીથી શરૂ થાય છે અને રાયગઢ જિલ્લાના ઉરણ તાલુકાના ન્હાવા શેવા ખાતે સમાપ્ત થાય છે.

કયા વાહનોને અહીં નહીં મળે એન્ટ્રી ?

અધિકારીના જણાવ્યા અનુસાર મુંબઈ તરફ જતા મલ્ટી-એક્સલ ભારે વાહનો, ટ્રક અને બસોને ઈસ્ટર્ન ફ્રીવે પર એન્ટ્રી નહીં મળે. તેમણે કહ્યું કે આ વાહનોએ આગળની અવરજવર માટે મુંબઈ પોર્ટ-સિવારી એક્ઝિટ 1C નો ઉપયોગ કરવો પડશે અને 'ગાડી અડ્ડા' નજીક MBPT રોડ લેવો પડશે. મોટરસાયકલ, મોપેડ, થ્રી-વ્હીલર્સ, ઓટો, ટ્રેક્ટર, પ્રાણીઓ દ્વારા દોરેલા વાહનો અને ધીમી ગતિએ ચાલતા વાહનો માટે કોઈ પ્રવેશ રહેશે નહીં. તમને જણાવી દઈએ કે MTHL 6-લેન સી લિંક છે, જેનું વિસ્તરણ સમુદ્ર પર 16.50 કિલોમીટર અને જમીન પર 5.5 કિલોમીટર છે. તેના ઉદઘાટન પછી મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 20 મિનિટમાં કવર કરવામાં આવશે, જે અત્યાર સુધી 2 કલાક લેતું હતું.

35 મિનિટમાં પૂરી થશે આખી મુસાફરી

આ MTHL દક્ષિણ મુંબઈમાં સેવરીથી શરૂ થશે અને કોઈપણ લાલ બત્તી વિના તે ફ્લાયઓવર દ્વારા થાણે ક્રીક અને ચર્ચિલને પાર કરીને નવી મુંબઈની બહાર સમાપ્ત થશે. કુલ 22 કિલોમીટરના અંતરમાંથી 16.5 કિલોમીટર સમુદ્ર ઉપરથી આવરી લેવામાં આવશે. આ પુલ ભારતીય એન્જિનિયરિંગનું અનોખું ઉદાહરણ રજૂ કરે છે. હાલમાં દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર કાપવામાં 2 કલાકનો સમય લાગે છે, જે આ બંદર દ્વારા માત્ર 35 મિનિટમાં પૂર્ણ થશે.

આ પણ વાંચો - PM Modi : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા PM મોદીનો દેશવાસીઓને ખાસ સંદેશ

Tags :
Advertisement

.