ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Assam : બસ-ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, બસના ફુરચેફુરચા બોલાયા, 12ના મોત, 25 ઇજાગ્રસ્ત

નવા કેલેન્ડર વર્ષની શરૂઆત સાથે આસામમાંથી (Assam) ગોઝારા અકસ્માતના હચમચાવે એવા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગોલાઘાટમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માહિતી અનુસાર, પ્રવાસીઓને લઈ જતી મિની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત...
10:27 AM Jan 03, 2024 IST | Vipul Sen

નવા કેલેન્ડર વર્ષની શરૂઆત સાથે આસામમાંથી (Assam) ગોઝારા અકસ્માતના હચમચાવે એવા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગોલાઘાટમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માહિતી અનુસાર, પ્રવાસીઓને લઈ જતી મિની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 25 લોકો ઘવાયા છે. જો કે, મૃતકોનો આંક વધે તેવી શક્યતાઓ છે. આ બનાવની માહિતી મળતા પોલીસ અને બચાવ દળ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આસામના (Assam) ગોલાઘાટ જિલ્લાના દેરગામ નજીક બાલિજન ગામે એક યાત્રી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માત સમયે બસમાં 45 લોકો સવાર હતા, જે અટખેલિયાથી બોગીબિલ પિકનિક પર જઈ રહ્યા હતા. દરમિયાન વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ એક ટ્રક સાથે બસની જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બસના ફુરચેફુરચા બોલાઈ ગયા હતા. જ્યારે આ ગોઝારી ઘટનામાં અત્યાર સુધી 12 લોકોના મોતના સમાચાર છે અને 25 લોકો ઘાયલ થયા છે.

ઘટનાની માહિતી મળતા જ આસામની (Assam) સ્થાનિક પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોના શવ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધી શકે તેમ છે. અકસ્માતને પગલે લોકોની ભારે ભીડ એકત્ર થઈ હતી.'

આ પણ વાંચો - Jharkhand : એક તરફ JMM ની મહત્ત્વની બેઠક, બીજી તરફ CM સોરેનના સંબંધીઓને ત્યાં ED ના દરોડા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AssamDergaonGolaghatGujarat FirstGujarati NewsNaitonal News
Next Article