Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Assam: Himanta Biswa સરકારે માત્ર 24 કલાકમાં કરી 416 લોકોની ધરપકડ, કારણ જાણી તમે પણ કહેશો વાહ!

Assam: આસામના મુખ્યમંત્રી Himanta Biswa Sarmaના આદેશ બાદ બાળલગ્ન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી અને માત્ર 24 કલાકમાં 416 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
assam  himanta biswa સરકારે માત્ર 24 કલાકમાં કરી 416 લોકોની ધરપકડ  કારણ જાણી તમે પણ કહેશો વાહ
Advertisement
  1. આસામ સરકાર બાલ લગ્ન સામે કડક કાર્યવાહી
  2. માત્ર 24 કલાકમાં 416 લોકોની ધરપકડ કરવામાં આવી
  3. આસામ બાળ લગ્ન સામેની લડાઈ ચાલુ રહેશેઃ આસામના મુખ્યમંત્રી

Assam: આસામ સરકારની અત્યારે દેશભરમાં ચર્ચા થઈ રહીં છે. જાણવા એવું મળ્યું છે કે, આસામ સરકાર બાલ લગ્ન સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. એટલું જ નહીં પરંતુ આસામના મુખ્યમંત્રી Himanta Biswa Sarmaના આદેશ બાદ બાળલગ્ન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી અને માત્ર 24 કલાકમાં 416 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી 21 ડિસેમ્બર અને 22 ડિસેમ્બરની રાત્રે શરૂ કરવામાં આવી અને 416 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

આસામના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી જાણકારી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, બાળલગ્ન મામલે પોલીસે અત્યાર સુધીમાં 335 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. જેથી હવે આજે રવિવારે આ તમામ લોકોને કોર્ટમાં પેશ કરવામાં આવશે અને કાર્યવાહીનો દોર આગળ વધારવામાં આવશે. નોંધનીય છે કે, આસામના મુખ્યમંત્રી Himanta Biswa Sarmaએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ મામલે જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, આસામ બાળ લગ્ન સામેની લડાઈ ચાલુ રહેશે. 21-22 ડિસેમ્બરની રાત્રે શરૂ કરાયેલા ત્રીજા તબક્કાના ઓપરેશનમાં 416 ધરપકડ કરવામાં આવી હતી અને 335 કેસ નોંધાયા હતા.

Advertisement

આ પણ વાંચો: મંદિરની દાન પેટીમાં પડી ગયો iPhone, મંદીર પ્રશાસને કહ્યું – આ હવે ભગવાનની સંપત્તિ

બાળ લગ્ન સામે આસામ સરકારની મોટી કાર્યવાહી

વધુમાં તેમણે લખ્યું કે, ‘અમે આ સામાજિક દુષણ(બાળ લગ્ન)ને ખતમ કરવા માટે સાહસિક પગલાં લેવાનું અને કાર્યવાહી કરવાનું ચાલુ રાખીશું અને જવાબદાર લોકો સામે કાયદાકીય પગલા પણ લઈશે.’ આસામ સરકારે ફેબ્રઆરી 2023થી બાળ લગ્ન વિરૂદ્ધ કાર્યવાહી અભિયાન શરૂ કર્યું હતું. જેમાં આંકડાની વાત કરવામાં આવે તો, ફેબ્રુઆરીમાં 4,515 કેસ દાખલ કરવામાં આવ્યાં હતા. જેમાં 3,483 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ હતી પહેલા ચરણમાં થયેલી કાર્યવાહીની વાત. બીજ તબક્કાની વાત કરવામાં આવે તો, ઓક્ટોબરમાં 710 કેસ થયા હતા અને જેમાં 915 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ કાર્યવાહી સરાહનીય છે.

હજી કેટલાક લોકોએ ચાલુ રાખી છે આ રૂઢિચુસ્ત પરંપરા

દેશમાં હજી પણ અનેક રાજ્યોમાં બાળ લગ્ન થતા હોય છે, અનેક એવા આંદોલનો અને જન જાગૃતિ અભિયાનો થયા છે પરંતુ છતાં કેટલાક રૂઢિચુસ્ત લોકોએ બાળ લગ્ન જેવી કુપ્રથાને ચાલુ રાખી છે. નોંધનીય છે કે, તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જ જોઈએ. જે બાળકોને આ ઉંમરમાં પોતાના જીવનનો સાચો અર્થ પણ ખબર નથી હોતી તે ઉંમરે તેમને પરણાવી દેવા એ જરા પણ યોગ્ય નથી. તે બાળકો પર થતો અત્યાચાર છે. જે મામલે કાર્યવાહી થવી જ જોઈએ.

આ પણ વાંચો: Popcorn પર લાગશે 3 પ્રકારના GST, દેશમાં વેપારનો આંકડો જાણી રહેશો દંગ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

દેશમાં અત્યારે ત્રણેય ઋતુ! ક્યાંક ઠંડી તો ક્યાંક વરસાદની સંભાવના, 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

featured-img
આંતરરાષ્ટ્રીય

લો બોલો, હવે પાકિસ્તાનની ફ્લાઈટનું ટાયર હવામાં જ થઇ ગયું ચોરી!

featured-img
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના દાવા વચ્ચે BLA આતંકીઓએ ભર્યુ ભયાનક પગલું! 214 સૈનિક બંધકોને મારી નાખ્યા

featured-img
સ્પોર્ટ્સ

સચિનનો આ અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય! જુઓ Video

featured-img
આંતરરાષ્ટ્રીય

Mark Carney: અમેરિકા સાથેના તણાવ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના 24માં PM તરીકે લીધા શપથ

featured-img
રાષ્ટ્રીય

Golden Temple માં બે જૂથો વચ્ચે મારામારી,પાંચને ઈજા, એકની હાલત ગંભીર

×

Live Tv

Trending News

.

×