Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

India વિશ્વનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ, આ રીતે ચીન-જાપાને આપી માત

Asia Power Index ની શરૂઆત 2018 માં કરાઈ India ની આંતરિક શક્તિમાં આ વર્ષે 4.2 ગણો વધારો ચીન અને જાપાન તેમની વૃદ્ધ વસ્તી સાથે સંઘર્ષ કરી રહ્યા Asia power index 2024 india rank : Asia Power Index 2024 માં...
india વિશ્વનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ  આ રીતે ચીન જાપાને આપી માત
  • Asia Power Index ની શરૂઆત 2018 માં કરાઈ
  • India ની આંતરિક શક્તિમાં આ વર્ષે 4.2 ગણો વધારો
  • ચીન અને જાપાન તેમની વૃદ્ધ વસ્તી સાથે સંઘર્ષ કરી રહ્યા

Asia power index 2024 india rank : Asia Power Index 2024 માં જાપાનને પછાડીને India તીજો સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે. આજરોજ Indian Ministry of Information and Broadcasting એ આ અંગે માહિતી આપવામાં આવી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલયએ જણાવ્યું છે કે, India ઝડપથી આર્થિક વિકાસ, યુવા જનસંખ્યા સાથે અર્થવ્યવસ્થાના વિકાસમાં પણ વાધારો થઈ રહ્યો છે. તે ઉપરાંત આ ઘટના પરથી એ પણ જાણી શકાય છે કે, India માં ઝડપથી વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે.

Advertisement

Asia Power Index ની શરૂઆત 2018 માં કરાઈ

માહિતી અને પ્રસારણ મંત્રાલયએ જણાવ્યું છે કે, એક ખાસ ફેરફારને કારણે India એ જાપાન જેવા વિકસિત દેશને Asia Power Index 2024 માં પાછાડીને તીજા નંબરનું સ્થાન યાદીમાં મેળવ્યું છે. જોકે આ સિદ્ધિ દુનિયાભારમાં Indiaની શાનમાં વધારો કરે છે. જોકે Asia Power Index ની શરૂઆત વર્ષ 2018 માં કરવામાં આવી હતી. આ Asia Power Index 2024 ની સ્થાપના લોવી ઈન્સ્ટીટ્યૂટ દ્વારા કરવામાં આવી હતી. આ Asia Power Index અંતર્ગત એશિયાના તમામ દેશને આવરી લેવામાં આવે છે. જે બાદ દર વર્ષેએ યાદી જાહેર કરવામાં આવે છે.

આ પણ વાંચો: Make in India ના 10 વર્ષ : PM એ કહ્યું, 'આપણે સાથે મળીને આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવીશું'

Advertisement

India ની આંતરિક શક્તિમાં આ વર્ષે 4.2 ગણો વધારો

Asia Power Index માં કુલ 27 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો Asia Power Index 2024 ના આધારે માલૂમ થઈ રહ્યું છે કે, ક્ષેત્રીત શક્તિઓમાં Indiaની તાકાત વધી રહી છે. તો India ની અર્થવ્યવસ્થા આ માપદંડમાં સૌથી અગત્યનું માળખું જોવા મળ્યું છે. જેના કારણે India ની આંતરિક શક્તિમાં આ વર્ષે 4.2 ગણો વધારો જોવા મળ્યો છે. તે ઉપરાંત આ વિકાસમાં દેશના નાગરિકોની પણ મહત્વની ભૂમિકા છે. ત્યારે આ પ્રકારાના પ્રદર્શનને કારણે કહી શકાય છે કે, આગામી વર્ષોમાં India વિશ્વમાં વિકાસના સ્તેર ત્રીજા સ્થાને પોતાનું નામ સામેલ કરશે.

Advertisement

ચીન અને જાપાન તેમની વૃદ્ધ વસ્તી સાથે સંઘર્ષ કરી રહ્યા

India ને તેના પ્રાદેશિક હરીફો ચીન અને જાપાનની સરખામણીમાં વસ્તી વિષયક લાભ પણ છે. જ્યારે ચીન અને જાપાન તેમની વૃદ્ધ વસ્તી સાથે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે India માં યુવાઓની મોટી વસ્તી છે. જેના પરિણામે આગામી વર્ષો Indiaનો આર્થિક વિકાસ ખુબ જ ઝડપથી વધશે. Asia Power Index 2024 માં કોઈપણ દેશની તાકાતનું મૂલ્યાંકન તેની આર્થિક ક્ષમતા, લશ્કરી ક્ષમતા, ભાવિ સંસાધનો, આર્થિક ભાગીદારી, સંરક્ષણ નેટવર્ક, રાજદ્વારી પ્રભાવ અને સાંસ્કૃતિક પ્રભાવના આધારે કરવામાં આવે છે.

આ પણ વાંચો: કોર્ટ સુધી પહોંચ્યો વૃદ્ધ દંપતિનો આ કેસ, જજે કહ્યું - એવું લાગે છે કે કળયુગ આવી ગયો

Tags :
Advertisement

.