ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા

હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપને મોટો ફટકો પૂર્વ સાંસદ અને દલિત નેતા અશોક તંવર કોંગ્રેસ સામેલ એક કલાક પહેલા ભાજપની રેલીમાં હતા અશોક તંવર હરિયાણા (Haryana) માં 5 ઓક્ટોબરથી વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) શરૂ થવાની છે તે પહેલા...
04:26 PM Oct 03, 2024 IST | Hardik Shah
Former MP and Dalit leader Ashok Tanwar

હરિયાણા (Haryana) માં 5 ઓક્ટોબરથી વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) શરૂ થવાની છે તે પહેલા અલગ-અલગ પાર્ટીના નેતાઓ પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. આજે પ્રચાર (campaigning) નો અંતિમ દિવસ છે. જોકે, ચૂંટણીના બે દિવસ બાકી રહ્યા છે તે પહેલા ભાજપ (BJP) ને એક મોટો ઝટકો લાગ્યો છે. 5 ઓક્ટોબરે મતદાન (Voting) છે તે પહેલા પૂર્વ સાંસદ અને દલિત નેતા અશોક તંવરે (Former MP and Dalit leader Ashok Tanwar)  ભાજપને બાય બાય કહ્યું છે અને કોંગ્રેસનો દામન થામ્યો છે.

અશોક તંવર કોંગ્રેસમાં સામેલ

હરિયાણાની ચૂંટણી (Haryana Election) પહેલા પૂર્વ સાંસદ અને દલિત નેતા અશોક તંવરની અંતરઆત્મા જાગી ગઇ અને તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (Former Haryana Chief Minister Bhupendra Singh Hooda) એ તંવરને પટકા પહેરાવીને કોંગ્રેસમાં સામેલ કરી લીધા છે. મોટી વાત એ છે કે, અશોક તંવરે આજે બપોરે 1.45 વાગ્યે ભાજપ ઉમેદવારની રેલીમાં ભાગ લીધો હતો અને તેના વિશે ટ્વીટ પણ કર્યું હતું. આ પછી અશોક તંવર કોંગ્રેસના કાર્યક્રમમાં દેખાયા હતા. હવે સમાચાર આવ્યા છે કે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે.

આ પણ વાંચો:  Supreme Court: સદગુરુ ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટએ આપી મોટી રાહત

કોંગ્રેસે સોશિયલ મીડિયા પર માહિતી આપી

કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર અશોક તંવર કોંગ્રેસમાં સામેલ થવાની માહિતી આપી છે. કોંગ્રેસે કહ્યું કે, પાર્ટી કોંગ્રેસે સતત શોષિત અને વંચિતોના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો છે અને બંધારણની રક્ષા માટે સંપૂર્ણ ઈમાનદારી સાથે લડત આપી છે. અમારા સંઘર્ષ અને સમર્પણથી પ્રભાવિત થઈને આજે ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ સાંસદ, હરિયાણામાં ભાજપની પ્રચાર સમિતિના સભ્ય અને સ્ટાર પ્રચારક અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ પરિવારમાં ફરી સ્વાગત છે, ભવિષ્ય માટે શુભકામનાઓ.

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે કથિત મતભેદો

ઉલ્લેખનીય છે કે, અશોક તંવર હિસારથી લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. તેઓ હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ઓક્ટોબર 2019 માં, તેમણે હુડ્ડા સાથેના કથિત મતભેદોને કારણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું હતું. આ પછી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. જ્યારે AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાતો ચાલી રહી હતી, ત્યારે તેમણે જાન્યુઆરી 2024માં AAP છોડી દીધી હતી અને ભાજપમાં જોડાયા હતા. મનોહર લાલ ખટ્ટરે ખુદ તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા. અશોક તંવર ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના સભ્ય હતા અને હરિયાણાના અગ્રણી પ્રચારકોમાં હતા.

આ પણ વાંચો:  Delhi-NCR માં પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટેની ફટકાર, કહ્યું - 'સૂચનાઓનું પાલન નથી થઇ રહ્યું...'

Tags :
Ashok TanwarAshok Tanwar Newsassembly election 2024Bhupinder Singh HoodaCongressDalit Leader Ashok TanwarGujarat FirstHardik ShahHaryanaHaryana Assembly Election 2024Haryana ChunavHaryana Newsrahul-gandhi
Next Article