Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મણિપુરમાં હિંસા વધતાં કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા, રાતો-રાતો 2000 CAPF જવાનો મોકલ્યા

મણિપુર હિંસા: કેન્દ્રની 20 વધારાની CAPF કંપનીઓની તૈનાતી મણિપુરમાં હિંસા, CAPFની વધુ 20 કંપની મોકલાઈ મણિપુર હિંસામાં 11 શંકાસ્પદ ઉગ્રવાદીઓ ઠાર મણિપુરમાં CRPFના શસ્ત્રસજ્જ જવાનોની તૈનાતી મણિપુરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા ગૃહ મંત્રાલયનો આદેશ મણિપુર હિંસા: 30 નવેમ્બર સુધી CAPFની હાજરી...
મણિપુરમાં હિંસા વધતાં કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા  રાતો રાતો 2000 capf જવાનો મોકલ્યા
Advertisement
  • મણિપુર હિંસા: કેન્દ્રની 20 વધારાની CAPF કંપનીઓની તૈનાતી
  • મણિપુરમાં હિંસા, CAPFની વધુ 20 કંપની મોકલાઈ
  • મણિપુર હિંસામાં 11 શંકાસ્પદ ઉગ્રવાદીઓ ઠાર
  • મણિપુરમાં CRPFના શસ્ત્રસજ્જ જવાનોની તૈનાતી
  • મણિપુરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા ગૃહ મંત્રાલયનો આદેશ
  • મણિપુર હિંસા: 30 નવેમ્બર સુધી CAPFની હાજરી

Manipur Violence : હિંસાની તાજેતરની ઘટનાઓ અને કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તાત્કાલિક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ની 20 વધારાની કંપનીઓ મોકલી છે, જેમાં લગભગ 2,000 કર્મચારીઓનો સમાવેશ થાય છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે રાત્રે આ સૈનિકોને તાત્કાલિક હવાઈ માર્ગે મોકલવા અને તૈનાત કરવાનો આદેશ જારી કર્યો છે. સોમવારે મણિપુરના જીરીબામમાં સુરક્ષા દળો દ્વારા હમાર સમુદાયના શંકાસ્પદ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ પછી, ત્રણ બાળકો સહિત મેઇટી સમુદાયના 6 લોકો હજુ પણ આ વિસ્તારમાંથી ગુમ છે.

કાયદો-વ્યવસ્થા જાળવવા ગૃહ મંત્રાલયનો કડક આદેશ

12 નવેમ્બરે જારી કરાયેલા આદેશમાં ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 30 નવેમ્બર સુધી CAPFની 20 કંપનીઓ રહેશે, જેમાં 15 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને 5 બોર્ડર સિક્યુરિટી ફોર્સની કંપનીઓનો સમાવેશ થાય છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "CAPF ની 20 વધુ કંપનીઓની તૈનાતી સાથે, CAPFની કુલ 218 કંપનીઓ; CRPFની 115, RAF ની 8, BSFની 84, SSBની 6 અને ITBPની 5 મણિપુરમાં 30 નવેમ્બર સુધી તૈનાત કરવામાં આવશે." કેન્દ્રએ પોતાના આદેશમાં મણિપુર સરકારથી સંબંધિત CAPF સાથે પરામર્શ કરને તેની વિગતવાર જમાવટ યોજના તૈયાર કરવા જણાવ્યું છે.

Advertisement

Advertisement

ઓછામાં ઓછા 11 શંકાસ્પદ ઉગ્રવાદીઓ માર્યા ગયા

મણિપુરના જીરીબામ જિલ્લામાં સોમવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સાથેની ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 11 શંકાસ્પદ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. અથડામણ ત્યારે થઈ જ્યારે છદ્મ વર્ધીધારી અને અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ ઉગ્રવાદીઓએ બોરોબેકરા પોલીસ સ્ટેશન અને જીરીબામ જિલ્લાના જાકુરાધોર ખાતે નજીકના CRPF કેમ્પ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. ભીષણ અથડામણ બાદ CRPFએ અત્યાધુનિક હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો:   Khatushyam Temple માં નાસભાગ, 7 શ્રદ્ધાળુઓ ઘાયલ, શાહજહાંપુરમાં રેલિંગ તૂટવાથી અકસ્માત

Tags :
Advertisement

.

×