Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Arvinder Sinh Lovely News: દિલ્હી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે ભાજપમાં જોડાવાની અટકળો પર શું કહ્યું?

Arvinder Sinh Lovely News: દિલ્હી (Delhi) કોંગ્રેસ (Congress) ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદર સિંહ લવલી (Arvinder Sinh Lovely) એ પ્રથમ વખત મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે મેં મારા પત્ર સાથે મારા હૃદયની પીડા...
arvinder sinh lovely news  દિલ્હી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે ભાજપમાં જોડાવાની અટકળો પર શું કહ્યું

Arvinder Sinh Lovely News: દિલ્હી (Delhi) કોંગ્રેસ (Congress) ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદર સિંહ લવલી (Arvinder Sinh Lovely) એ પ્રથમ વખત મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે મેં મારા પત્ર સાથે મારા હૃદયની પીડા અને મારા કાર્યકરોની પીડા કોંગ્રેસ (Congress) હાઈકમાન્ડને મોકલી છે. લવલીએ કહ્યું, 'હું કોઈ પાર્ટીમાં નથી જઈ રહ્યો. મારી લડાઈ સિદ્ધાંતો વિશે છે. કોંગ્રેસ (Congress) ના કાર્યકરોના મનની પીડાને ધ્યાનમાં રાખીને મેં રાજીનામું આપ્યું છે.

Advertisement

  • અરવિંદ સિંહ લવલીની પ્રથમ મીડિયા સાથે વાતચીત

  • લવલીએ આ પહેલા પણ 2015 માં રાજીનામું આપ્યું હતું

  • રાજીનામામાં લવલીએ આપ પર કટાક્ષ કર્યો

Arvinder Sinh Lovely એ કહ્યું કે મારા વિશે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે કે, મેં લોકસભા (Lok Sabha Election) ની ટિકિટ ન મળવાની નારાજગીથી રાજીનામું આપ્યું છે. આ ખોટું છે, જ્યારે Delhi ના મંત્રી સૌરભ ભારદ્વાજના દાવા અંગે પૂછવામાં આવ્યું કે Arvinder Sinh Lovely ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે, તો તેમણે કહ્યું, 'હું સૌરભ ભારદ્વાજની શુભકામનાઓ માટે આભાર માનું છું. મને લાગે છે કે તે અન્ય પક્ષો વતી નિર્ણયો લે છે. મેં સ્પષ્ટ કહ્યું છે કે મેં Delhi Congress ના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચો: રવિન્દ્રસિંહ ભાટીને જાનથી મારી નાંખવાની ધમકી મામલે રોચક વળાંક

Advertisement

લવલીએ આ પહેલા પણ 2015 માં રાજીનામું આપ્યું હતું

તેમણે વધુમાં કહ્યું કે મેં Congress પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું નથી. દિલ્હીના કોંગ્રેસના 30 થી 35 ભૂતપૂર્વ ધારાસભ્યો મને મળ્યા છે. હું મારા પક્ષના કાર્યકરોને મળતો રહીશ. તો બીજી તરફ AAP ના નેતા સૌરભ ભારદ્વાજે એક્સ પોસ્ટમાં લખ્યું, 'શું BJP પૂર્વ Delhi થી પોતાનો ઉમેદવાર બદલવા જઈ રહી છે?' આ બીજી વખત છે જ્યારે લવલીએ દિલ્હી Congress ના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે 2015 માં પણ રાજીનામું આપ્યું હતું, જ્યારે AAP એ 70 માંથી 67 બેઠકો જીતીને વિધાનસભા ચૂંટણી જીતી હતી.

Advertisement

આ પણ વાંચો: Sahil Khan Arrested: સાહિલ ખાનને કોર્ટમાં પણ નિરાશોનો સામનો કરવો પડ્યો, જાણો કોર્ટે શું કહ્યું?

રાજીનામામાં લવલીએ આપ પર કટાક્ષ કર્યો

Arvinder Sinh Lovely કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંબોધીને પોતાના રાજીનામાના પત્રમાં લખ્યું છે કે, Congress કન્હૈયા કુમારને ઉત્તર-પૂર્વ Delhi થી અને ઉદિત રાજને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ઉમેદવાર બનાવ્યા છે. અરવિંદ કેજરીવાલ અને શીલા દીક્ષિતના કાર્યકાળ દરમિયાન દિલ્હીમાં થયેલા વિકાસ કાર્યોની સરખામણી કરતાં Arvinder Sinh Lovely એ કહ્યું, 'એવું લાગે છે કે ઉત્તર પૂર્વ દિલ્હીના ઉમેદવારો એ હકીકતથી અજાણ છે કે સ્વર્ગસ્થ શીલા દીક્ષિતના નેતૃત્વમાં શાળાઓ, હોસ્પિટલો અને પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિકાસ કાર્યોની સરખામણીમાં આમ આદમી પાર્ટીના શાસનમાં દિલ્હીની સ્થિતિ ગંભીર રીતે બગડી ગઈ છે.

આ પણ વાંચો: Rajnathsingh: રાજનાથસિંહના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- અત્યારથી જ કોંગ્રેસ હારની હતાશામાં છે..!

Tags :
Advertisement

.