Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Arvind Kejriwal : નેશનલ કાઉન્સિલની બેઠકમાં કેજરીવાલે કહ્યું -'...તો આપણે જેલમાં તો જવું જ પડશે!'

આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) રવિવારે પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અને 12મી નેશનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપી હતી. તેમની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ વર્ચુઅલી જોડાયા હતા અને તેમણે કહ્યું હતું કે,...
arvind kejriwal   નેશનલ કાઉન્સિલની બેઠકમાં કેજરીવાલે કહ્યું      તો આપણે જેલમાં તો જવું જ પડશે
Advertisement

આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) રવિવારે પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અને 12મી નેશનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપી હતી. તેમની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ વર્ચુઅલી જોડાયા હતા અને તેમણે કહ્યું હતું કે, 'જો તમે બાળકોને સારું શિક્ષણ આપવાની અને ગરીબોને મફત સારવાર આપવાની વાત કરો છો તો તમારે જેલ જવું પડશે અને આપણે આ માટે તૈયાર રહેવું પડશે.'

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) બેઠકમાં કહ્યું કે, છેલ્લા 12 વર્ષમાં આમ આદમી પાર્ટીએ (AAP) અભૂતપૂર્વ સફળતા મેળવી છે. છેલ્લા 10 વર્ષમાં આમ આદમી પાર્ટી 1,350 રાજકીય દળો વચ્ચે ત્રીજા નંબરે પહોંચી છે. સીએમ કેજરવાલે બેઠકમાં હાજર દેશભરના પાર્ટી પદાધિકારીઓ, મહામંત્રીઓ અને નેતાઓને કહ્યું કે, આપણે એ કામ કરીને બતાવ્યું છે, જે છેલ્લા 75 વર્ષ દરમિયાન કોઈ પણ અન્ય રાજકીય પાર્ટી નથી કરી શકી. પંજાબમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 'AAP' સરકારનું કામ એ દર્શાવે છે કે જો પૂર્ણ રાજ્યમાં આપણી સરકાર હોય તો આપણે ખૂબ જ ઝડપથી કામ કરી શકીએ છીએ. અરવિંદ કેજરીવાલે પંજાબના સીએમ ભગવંત માનના પણ વખાણ કર્યા હતા.

Advertisement

આપણા શબ્દ 'ગારંટી' ની ચોરી કરી : કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) આગળ કહ્યું હતું કે, હવે તો આ લોકોએ તો આપણો 'ગારંટી' શબ્દ અને મેનિફેસ્ટો પણ ચોરી કરી લીધા છે. હવે આ લોકો પણ 'મોદીની ગારંટી' અને 'કોંગ્રેસની ગારંટી' કહી રહ્યા છે. આ લોકોએ દેશની જનતાને ગારંટી તો આપી પણ કોઈ તેને પૂરી કરી શક્યા નથી. કારણ કે, આ લોકોની નિયત ઠીક નથી. અરવિંદ કેજરીવાલે કેન્દ્રની બીજેપી સરકાર પર પ્રહાર કરતા આગળ કહ્યું હતું કે, 'જો તમે બાળકોને સારું શિક્ષણ આપવાની અને ગરીબોને મફત સારવાર આપવાની વાત કરો છો તો તમારે જેલ જવું પડશે અને આપણે આ માટે તૈયાર રહેવું પડશે.' જણાવી દઈએ કે, દિલ્હીના એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કેજરીવાલને 3 જાન્યુઆરીએ હાજર થવા સમન્સ પાઠવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - XPoSat Mission : નવા વર્ષમાં ISRO એ રચ્યો ઇતિહાસ! XPoSat સેટેલાઇટ લોન્ચ, જાણો તેના વિશે

Tags :
Advertisement

.

×