ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Arun Yogiraj : 'રામલલ્લા'ની મૂર્તિ બનાવનાર અરૂણ યોગીરાજ કોણ છે? PM મોદી પણ કરી ચુક્યા છે વખાણ

અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાશે. ત્યારે ઐતિહાસિક રામ મંદિરમાં (Ram Mandir) ભગવાન શ્રીરામની મૂર્તિને વિધિવિધાન સાથે બિરાજમાન કરવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિર માટે 'રામલલ્લા'ની મૂર્તિની પસંદગી પણ કરવામાં આવી ચૂકી છે....
12:15 PM Jan 02, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage

અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાશે. ત્યારે ઐતિહાસિક રામ મંદિરમાં (Ram Mandir) ભગવાન શ્રીરામની મૂર્તિને વિધિવિધાન સાથે બિરાજમાન કરવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિર માટે 'રામલલ્લા'ની મૂર્તિની પસંદગી પણ કરવામાં આવી ચૂકી છે. કર્નાટકના જાણીતા શિલ્પકાર અરૂણ યોગીરાજ (Arun Yogiraj) દ્વારા નિર્મિત 'રામલલ્લા'ની મૂર્તિને અયોધ્યાના રામમંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

અરૂણ યોગીરાજ વિશે જાણો

અરૂણ યોગીરાજની (Arun Yogiraj) વાત કરીએ તો, મૈસુરના પ્રખ્યાત શિલ્પકારોની પાંચ પેઢીઓની પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા અરૂણ યોગીરાજ હાલમાં દેશમાં સૌથી વધુ માગ ધરાવતા શિલ્પકાર છે. 37 વર્ષીય અરૂણ યોગીરાજ મૈસુર મહેલના શિપ્લકારોના પરિવારમાંથી આવે છે. અરૂણના પિતા ગાયત્રી અને ભુવનેશ્વરી મંદિર (Bhubaneswari Temple) માટે પણ કામ કરી ચૂક્યા છે. મૈસુર યુનિવર્સિટીથી (University of Mysore) એમબીએની ડિગ્રી મેળવી ચૂકેલા અરૂણ તેમની 5મી પેઢીના શિલ્પકાર છે. પીએમ મોદી (PM Modi) પણ અરૂણની પ્રતિભાના વખાણ કરી ચૂક્યા છે.

પિતા અને દાદા પણ શિલ્પકાર

જણાવી દઈએ કે, અરૂણના પિતા યોગીરાજ પણ એક કુશળ શિલ્પકાર છે. કહેવાય છે કે, તેમના દાદા બસવન્ના શિલ્પીને મૈસુરના રાજા દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. આ પેઢીના અરૂણ યોગીરાજ (Arun Yogiraj) પણ નાનપણથી જ કોતરણી કામ સાથે સંકળાયેલા હતા. એમબીએની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેમણે એક ખાનગી કંપનીમાં પણ કામ કર્યું, પરંતુ શિલ્પકાર બનવા માટે સાલ 2008 માં નોકરી છોડી દીધી હતી. તેઓ બાળપણથી જ શિલ્પ શાસ્ત્ર તરફ રસ ધરાવતા હતા. અરૂણના ટેલેન્ટની દેશભરમાં માગ છે. જણાવી દઈએ કે, ઇન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની (Netaji Subhash Chandra Bose) 30 ફૂટની મૂર્તિ પણ અરૂણ દ્વારા બનાવવામાં આવી છે.

PM મોદીએ પણ અરૂણના કર્યા હતા વખાણ

અરૂણ યોગીરાજે (Arun Yogiraj) પીએમ મોદીને સુભાષ ચંદ્ર બોઝની બે ફૂટ ઊંચી પ્રતિમા પણ અર્પણ કરી હતી અને તેમની પ્રશંસા મેળવી હતી. અરુણને અગાઉ પણ અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. મૈસુરના રાજવી પરિવારે પણ તેમના યોગદાનને વિશેષ સન્માન આપ્યું છે. અરૂણના પિતા યોગીરાજે કેદારનાથમાં સ્થાપિત આદિ શંકરાચાર્યની પ્રતિમાનું નિર્માણ કર્યું છે. ઉપરાંત, તેમણે મૈસુરમાં મહારાજા જયચામરાજેન્દ્ર વડેયારની 14.5 ફૂટની સફેદ આરસની પ્રતિમા, મહારાજા શ્રી કૃષ્ણરાજ વડિયાર-IV અને સ્વામી રામકૃષ્ણ પરમહંસની સફેદ આરસની મૂર્તિ પણ બનાવી છે.

 

આ પણ વાંચો - CCTV IN SCHOOL BUS : યોગી સરકારનો મોટો નિર્ણય, સ્કૂલ વાનમાં CCTV કેમેરા ફરજિયાત, 3 મહિનાનો સમય

Tags :
adi shankaracharyaArun YogirajAyodhyaGujarat FirstGujarati Newsidol of lord RamLord RamaMysorenational newspm modiram mandir