ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Article 370 Verdict: SCના ચુકાદા બાદ PM મોદી, અમિત શાહની પ્રતિક્રિયા, વડાપ્રધાને કહ્યું- 'આ ઐતિહાસિક છે...'

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે આજે દેશની સર્વોચ્ચ અદાલતે મહત્તવપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણયને માન્ય રાખ્યો છે અને કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતના અભિન્ન અંગ છે અને ત્યાં ભારતનું જ બંધારણ લાગૂ થશે. કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે,...
01:37 PM Dec 11, 2023 IST | Vipul Sen

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે આજે દેશની સર્વોચ્ચ અદાલતે મહત્તવપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણયને માન્ય રાખ્યો છે અને કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતના અભિન્ન અંગ છે અને ત્યાં ભારતનું જ બંધારણ લાગૂ થશે. કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, રાષ્ટ્રપતિ પાસે કલમ 370 હટાવવાનો અધિકાર છે અને તેમની શક્તિઓને પકડકારવી યોગ્ય નથી. કલમ 370 હટાવવાનો નિર્ણય બંધારણીય રીતે યોગ્ય છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા:

પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, 'કલમ 370 નાબૂદ કરવા અંગેનો આજનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે અને 5 ઓગસ્ટ, 2019ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને બંધારણીય રીતે સમર્થન આપે છે'. પીએમ મોદીએ વધુમાં લખ્યું કે, 'સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની અમારી બહેનો અને ભાઈઓ માટે આશા, પ્રગતિ અને એકતાની શાનદાર ઘોષણા છે. સર્વોચ્ચ અદાલતે, તેના ઊંડા જ્ઞાનથી એકતાના મૂળભૂત સારને વધુ મજબૂત બનાવ્યો છે, જેને આપણે, ભારતીયો તરીકે, વધુ પ્રિય માનીએ છીએ'.

'આજનો ચુકાદો આશાનું કિરણ છે, ઉજ્જવળ ભવિષ્યનું વચન છે'

પીએમ મોદીએ કહ્યું કે, 'હું જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના લોકોને ખાતરી આપવા માગુ છું કે તમારા સપનાને સાકાર કરવાની અમારી પ્રતિબદ્ધતા અડીખમ છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છીએ કે પ્રગતિના ફળ ફક્ત તમારા સુધી જ નહીં પરંતુ અનુચ્છેદ 370ના કારણે સહન કરનારા આપણા સમાજના સૌથી સંવેદનશીલ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો સુધી પણ તેનો લાભ પહોંચે'. તેમણે લખ્યું કે, 'આજે ચુકાદો માત્ર કાનૂની ચુકાદો નથી, તે આશાનું કિરણ છે, ઉજ્જવળ ભવિષ્યનું વચન છે અને એક મજબૂત, વધુ અખંડ ભારતનું નિર્માણ કરવાના અમારા સામૂહિક સંકલ્પનો પુરાવો છે.'

કલમ 370ના ચુકાદા પર અમિત શાહે કહી આ વાત

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર લખ્યું કે, 'હું આર્ટિકલ 370 નાબૂદ કરવાના નિર્ણયને યથાવત રાખતા ભારતના માનનીય સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું સ્વાગત કરું છું. પીએમ નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો દૂરદર્શી નિર્ણય લીધો હતો. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને સ્થિતિ સામાન્ય બની છે.' તેમણે કહ્યું કે, 'અનેકવાર હિંસાથી પ્રભાવિત ખીણમાં વિકાસ એ માનવ જીવનને નવો અર્થ આપ્યો છે. પ્રવાસન અને કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંનેના રહેવાસીઓની આવકના સ્તરમાં વધારો કર્યો છે. આજે, સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સાબિત કર્યું છે કે કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે બંધારણીય હતો.'

'અલગાવવાદ અને પથ્થરમારો હવે ભૂતકાળની વાત છે'

અમિત શાહે અન્ય એક પોસ્ટ કરતા લખ્યું કે, 'કલમ 370 નાબૂદ થતા ગરીબ અને વંચિતોના અધિકારો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. અલગાવવાદ અને પથ્થરમારો હવે ભૂતકાળની વાત છે. સમગ્ર પ્રદેશ હવે મધુર સંગીત અને સાંસ્કૃતિક પર્યટનથી ગુંજી ઉઠે છે. એકતાનો સંબંધ મજબૂત થયો છે અને ભારત સાથેની અખંડિતતા વધુ મજબૂત બની છે. તે ફરી એકવાર જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ છે જે હંમેશા આપણા દેશના હતા અને રહેશે.' અમિત શાહે કહ્યું કે, 'અમારી સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કાયમી શાંતિ સ્થાપવા અને પ્રદેશના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ભલે તે પછી નવા પ્રોત્સાહનો સાથે સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાનું હોય, અત્યાધુનિક શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું હોય અથવા ગરીબોને કલ્યાણકારી લાભો સાથે સશક્ત બનાવવાના હોય, અમે પ્રદેશ માટે અમારી તમામ શક્તિનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું.

 

 

'PM મોદીએ J&Kને દેશની મુખ્ય વિચારધારામાં સામેલ કરવાનું ઐતિહાસિક કાર્ય કર્યું'

ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ આ મામલે એક પોસ્ટ કરી પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, 'કલમ 370 અંગે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનું ભારતીય જનતા પાર્ટી સ્વાગત કરે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કલમ 370 અને 35Aને દૂર કરવાના નિર્ણય, તેની પ્રક્રિયા અને ઉદ્દેશ્યને યથાવત રાખ્યો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સરકારે જમ્મુ અને કાશ્મીરને દેશની મુખ્ય વિચારધારામાં સામેલ કરવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે, તેના માટે હું અને અમારા કરોડો કાર્યકરો વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

 

આ પણ વાંચો- Article 370 : જાણો, ઐતિહાસીક ચુકાદો આપનારા સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશ વિશે

Tags :
Amit Shaharticle 370Jammu-Kashmirpm modiSupreme Court
Next Article