ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Army Chief Manoj Pandey : ચીન સરહદ પર સ્થિતિ સંવેદનશીલ છે પરંતુ અમે દરેક રીતે તૈયાર : આર્મી ચીફ

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ (Army Chief Manoj Pandey) આજે ​​દેશની સરહદો પરની સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ઉત્તરીય સરહદ પર સ્થિતિ સ્થિર છે પરંતુ, સંવેદનશીલ પણ છે. આર્મી ચીફે વધુમાં કહ્યું કે, અમારી પાસે પૂરતી ક્ષમતા...
03:07 PM Jan 11, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ (Army Chief Manoj Pandey) આજે ​​દેશની સરહદો પરની સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ઉત્તરીય સરહદ પર સ્થિતિ સ્થિર છે પરંતુ, સંવેદનશીલ પણ છે. આર્મી ચીફે વધુમાં કહ્યું કે, અમારી પાસે પૂરતી ક્ષમતા છે અને અમે નવી ટેક્નોલોજી પણ ઉમેરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, દેશ આર્થિક પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે. આર્મી ચીફે કહ્યું કે, અમારી પાસે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂરતા સંરક્ષણ દળો છે.

'કાશ્મીરમાં હિંસા ઘટી છે'

જમ્મુ-કાશ્મીર પર વાત કરતા આર્મી ચીફ મનોજ પાંડેએ (Army Chief Manoj Pandey) કહ્યું કે, ખીણમાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામ અકબંધ છે. અમે LoC પર ઘૂસણખોરીના પ્રયાસોને સતત નિષ્ફળ બનાવી રહ્યા છીએ. જેના કારણે આંતરિક વિસ્તારોમાં હિંસામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરહદ પરના આતંકવાદનો ઉલ્લેખ કરતા આર્મી ચીફે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં હજુ પણ આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સમર્થન ચાલુ છે.

'સેના સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરશે'

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ (Army Chief Manoj Pandey) દિલ્હીમાં કહ્યું કે, આપણો દેશ આર્થિક ક્ષેત્રે પ્રગતિના માર્ગ પર મજબૂતીથી આગળ વધી રહ્યો છે. અમે અમારા દેશની પ્રગતિમાં મદદ કરવા માટે આંતરિક અને બાહ્ય બંને રીતે સ્થિર અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવામાં સક્ષમ છીએ. જનરલ પાંડેએ કહ્યું કે, સુરક્ષા દળોના એકંદર આધુનિકીકરણના ભાગરૂપે વર્ષ 2024 ભારતીય સેના માટે ટેક્નોલોજી અપનાવવાનું વર્ષ હશે.

તેમણે કહ્યું કે, ભૂટાન સાથે અમારા ગાઢ સંબંધો છે, અમારી સમસ્યાઓ એક સમાન છે, જો કે અમે ચીન-ભૂટાન (China-Bhutan) ચર્ચાઓ પર નજર રાખી રહ્યા છીએ અને સતત સંપર્કમાં છીએ. મ્યાનમાર (Myanmar) પર વાત કરતા તેમણે કહ્યું કે, ત્યાંનો સંઘર્ષ અમારા માટે ચિંતાનું કારણ છે કારણ કે, હવે ત્યાં હાજર ઉગ્રવાદી સંગઠનો ભારતમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને અમે રોકવામાં સક્ષમ છીએ.

 

આ પણ વાંતો- Jammu and Kashmir : ડૉ. ફારૂક અબ્દુલ્લાની મુશ્કેલીઓ વધી! ED એ ફટકાર્યું સમન્સ, આજે થશે પૂછપરછ

Tags :
Army Chief Manoj PandeyBhutanChinaGujarat FirstGujarati NewsIndian-ArmyMyanmarnational news