Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાજ્યએ 46 થી 65 હજાર વેતન સાથે મેટ્રોન ટ્રેન માટે ભરતી કરી જાહેર

Delhi Metro Recruitment 2024 : દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) માં નોકરી માટે તલપાપડ થયા યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. તાજેતરમાં DMRC એ સુપરવાઈઝર અને ટેક્નીશયન માટે ભરતી જાહેર કરી છે. જો તમે પણ આ DMRC માં નોકરી મેળવવામાં...
આ રાજ્યએ 46 થી 65 હજાર વેતન સાથે મેટ્રોન ટ્રેન માટે ભરતી કરી જાહેર

Delhi Metro Recruitment 2024 : દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) માં નોકરી માટે તલપાપડ થયા યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. તાજેતરમાં DMRC એ સુપરવાઈઝર અને ટેક્નીશયન માટે ભરતી જાહેર કરી છે. જો તમે પણ આ DMRC માં નોકરી મેળવવામાં માગો છો, તો તાત્કાલિક ધોરણે સત્તાવાર વેબસાઈટ delhimetrorail.com અરજી કરી શકો છો. DMRC એ આ ભરતી માટે અરજી પ્રક્રિયાને શરું કરી દીધી છે. આ પોસ્ટ માટે ભારતના હુનરમંદ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ અરજી કરી શકે છે.

Advertisement

કુલ 13 પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે

જોકે DMRC દ્વારા કુલ 13 પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અને આ પદ માટે DMRC ની સત્તાવાર વેબસાઈટ delhimetrorail.com ઈચ્છુક ઉમેદવાર 11 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે. તો delhimetrorail.com પર સુપરવાઈઝર માટે 10 પદ અને ટેક્નીશયન માટે 3 પદ માટેની ભરતી જાહેર કરાવામાં આવી છે. તો સુપરવાઈઝર માટે ઉમેદવારની ઉંમર 23 થી 40 વર્ષની અંદર હોવી જોઈએ. અને જે ઉમેદવાર ટેક્નીશયન માટે અરજી કરે છે, તેમની ઉંમર 23 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

આ પણ વાંચો: મને નીતિશ કુમાર પર પૂરો વિશ્વાસ છે, કહીને શ્યામ રજક JDU માં જોડાયા

Advertisement

શૈક્ષણિક લાયકાત

  • સુપવાઈઝર માટે : કોઈપણ રાજ્યની વિશ્વવિદ્યાલયથી સ્નાતક અને 3 વર્ષ સુધી Diploma in Electrical Engineering હોવું જોઈએ
  • ટેક્નીશયન માટે : ધોરણ 12 પાસ અને કેબલ જોઈન્ટર ટ્રેડ ઈન્સ્ટિટ્યૂટમાં આઈ.ટી.આઈ કરેલું હોવું જોઈએ

Delhi Metro Recruitment 2024 નોટિફિકેશ

Delhi Metro Recruitment 2024 અરજી માટે કિલ્ક કરો

Advertisement

DMRC માં વેતન કેટલું મળશે

  • સુપવાઈઝર માટે : 46 હજાર રૂપિયા મળશે

  • ટેક્નીશયન માટે : 65 હજાર રૂપિયા મળશે

DMRC ભરતી 2024 માં ઉમેદવારીની પસંદગી સ્ક્રીનિંગ અને મેડિકલ ટેસ્ટ પરીક્ષા આધારિત કરવામાં આવશે. તે ઉપરાંત પસંદ થયેલા ઉમેદવારને કોઈપણ ફરજ નિભાવવા માટે કોઈ TA/DA આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો: જબલપુર-હૈદરાબાદ IndiGo ફ્લાઈટને બોમ્બની ધમકી, ડાયવર્ટ કરાઈ

Tags :
Advertisement

.