Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AAPના વધુ એક મંત્રી પર કસાયો કાયદાનો સકંજો, મંત્રી રાજકુમાર આનંદના ઘરે EDના દરોડા

દિલ્હી સરકારના મંત્રીઓ પર એકબાદ એક કાર્યવાહી થઇ રહી છે. હજી તો કેજરીવાલને ઇડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે તેઓ ઇડી સમક્ષ હાજર થાય તે પહેલા મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પડ્યા છે. EDની ટીમ દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર...
aapના વધુ એક મંત્રી પર કસાયો કાયદાનો સકંજો  મંત્રી રાજકુમાર આનંદના ઘરે edના દરોડા

દિલ્હી સરકારના મંત્રીઓ પર એકબાદ એક કાર્યવાહી થઇ રહી છે. હજી તો કેજરીવાલને ઇડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે તેઓ ઇડી સમક્ષ હાજર થાય તે પહેલા મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પડ્યા છે. EDની ટીમ દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદના ઘરે પહોંચી છે. સિવિલ લાઇન્સમાં મંત્રીના સત્તાવાર નિવાસસ્થાને EDનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.મળતી માહિતી અનુસાર રાજકુમાર આનંદના  9 જગ્યાઓ  પર સર્ચ ઓપરેશન  ચાલી રહ્યું છે.

Advertisement

Advertisement

કોણ છે રાજકુમાર આનંદ?

રાજકુમાર આનંદ વર્ષ 2020માં પહેલીવાર પટેલ નગર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા તેમની પત્ની વીણા આનંદ પણ આ જ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના સ્થાને રાજકુમાર આનંદને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે બૌદ્ધ સંમેલનના એક કાર્યક્રમમાં હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જ્યાં રાજેન્દ્ર પાલ ગૌતમ પણ હાજર હતા, જે બાદ ઘણો હોબાળો થયો હતો અને રાજેન્દ્ર ગૌતમને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.

Advertisement

કેજરીવાલને બોલાવ્યા છે પૂછપરછ માટે

એક તરફ EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે, તો બીજી તરફ તેમની પાર્ટીના ધારાસભ્ય પર પણ દરોડા પાડી રહ્યા છે. EDએ દિલ્હી સરકારના વધુ મંત્રીઓ પર પોતાની પકડ વધુ કડક કરી છે. EDની ટીમ દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદના ઘરે પહોંચી છે. સિવિલ લાઇન્સમાં મંત્રીના સત્તાવાર નિવાસસ્થાને EDનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીના 8-9 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મંત્રી વિરૂદ્ધ કસ્ટમ સંબંધિત કેટલીક મામલો છે, જ્યાં તેમના પર હવાલા દ્વારા વિજેશને પૈસા મોકલવાનો આરોપ છે.

મની લોન્ડરીંગ કેસમાં દરોડા

દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદના ઘરે મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડવામાં આવ્યા છે. ED દારૂ કૌભાંડને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો અને મંત્રીઓ પર સતત દરોડા પાડી રહી છે. સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં જ મની લોન્ડરિંગના સંબંધમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. CM 11 વાગ્યા સુધીમાં ED ઓફિસ પહોંચી શકે છે. આ પહેલા પાર્ટીના સંજય સિંહ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન કૌભાંડના મામલામાં જેલમાં જઈ ચૂક્યા છે. હાલમાં જ EDએ દરોડા પાડીને રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી.

સીએમ કેજરીવાલની આજે પૂછપરછ થશે

તમને જણાવી દઈએ કે EDએ દિલ્હી દારૂ કૌભાંડની તપાસમાં આજે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ મામલે 16 એપ્રિલે કેજરીવાલની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે સીબીઆઈએ લગભગ 9 કલાક સુધી સીએમની પૂછપરછ કરી હતી. આ એ જ કેસ છે જેમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. લગભગ 9 મહિના બાદ કેજરીવાલની ફરી એકવાર પૂછપરછ કરવામાં આવશે. જેના કારણે સીએમ ઓફિસથી લઈને ઈડી ઓફિસ સુધી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે. દરેક ખૂણે-ખૂણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

આ  પણ  વાંચો -

Tags :
Advertisement

.