Annamalai:'ખુદને છ કોરડા મારીશ અને જ્યાં સુધી તેમને સત્તા પરથી ન હટાવું ત્યાં સુધી...
- તામિલનાડુમાં ડીએમકે વિરુદ્ધ ભાજપ પ્રમુખનો વિરોધ
- પોલીસ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા
- અન્નામલાઈએ ડીએમકે સરકાર પર પ્રહાર કર્યા
Annamalai Big Statement: તામિલનાડુમાં ડીએમકે સરકાર વિરુદ્ધ ભાજપ પ્રમુખ અન્નામલાઈ(Annamalai)એ પોતાનો વિરોધ વધુ ઉગ્ર કર્યો છે. કોયમ્બતૂરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અન્નામલાઈએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ અન્ના યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીની સાથે થયેલા યૌન શોષણ મામલે બોલાવવામાં આવી હતી. અન્નામલાઈએ ડીએમકે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, 'આરોપી જ્ઞાનસેકરન, જે રીઢો ગુનેગાર છે તેને પોલીસની 'રાઉડી લિસ્ટ'માં સામેલ કરાયો નથી, કારણ કે તેનો ડીએમકે નેતાઓ સાથે સંબંધ છે. આ સંબંધોના કારણે આ ભયાનક ઘટના બની.
પોલીસ પર લગાવ્યા આ આરોપ
અન્નામલાઈએ પોલીસ પર ફરિયાદ લીક કરવાનો આરોપ લગાવ્યો, જેનાથી પીડિતાની ઓળખ જાહેર થઈ ગઈ. તેમણે કહ્યું કે, 'ફરિયાદને એ રીતે લખવામાં આવી છે, જેનાથી પીડિતાને શરમ અનુભવવી પડી રહી છે.' પોતાની નારાજગી જાહેર કરતાં અન્નામલાઈએ ચપ્પલ ઉતારીને એલાન કરતાં કહ્યું કે, 'જ્યાં સુધી ડીએમકે સરકાર સત્તાથી બહાર નહીં થાય, ત્યાં સુધી ચપ્પલ નહીં પહેરું. કોયમ્બતૂર સ્થિત પોતાના નિવાસની બહાર ખુદને છ વખત કોરડા મારીશ અને 48 દિવસ સુધી ઉપવાસ કરીશ. આ દરમિયાન ભગવાન મુરુગનના છ પવિત્ર ધામોની યાત્રા કરીશ.
#WATCH | During a press conference, Tamil Nadu BJP President K Annamalai removed his shoe and said, "From tomorrow onwards until the DMK is removed from power, I will not wear any footwear..."
Tomorrow, K Annamalai will protest against how the government handled the Anna… https://t.co/Jir02WFrOx pic.twitter.com/aayn33R6LG
— ANI (@ANI) December 26, 2024
આ પણ વાંચો -Veer Bal Diwas : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17 બાળકોને આપ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર
ડીએમકે પર ઉત્તર-દક્ષિણની રાજનીતિનો આરોપ
અન્નામલાઈએ ડીએમકે પર 'ઉત્તર-દક્ષિણ રાજનીતિ'નો આરોપ લગાવતાં કહ્યું કે, 'સરકાર અસલી મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. હું એવી રાજનીતિ પર થૂંકવા માગું છું, જે લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે ફોટા પાડવાનું કામ કરે છે.' અન્નામલાઈએ આ નિવેદન અને વિરોધ બાદ રાજ્યની રાજનીતિમાં ગરમાવો વધી ગયો છે. હવે જોવાનું રહેશે કે ડીએમકે સરકાર અને પોલીસ તંત્ર આ મુદ્દે શું વલણ અપનાવે છે.
આ પણ વાંચો -હિન્દુ ધર્મ પર અનુશાસન મારુ છે, મોહન ભાગવતનુ નહીં - જગદગુરુ રામભદ્રાચાર્ય
શું છે મામલો?
જણાવી દઈએ કે, ચેન્નઈ સ્થિત અન્ના વિશ્વવિદ્યાલય કેમ્પસમાં એક વિદ્યાર્થીએ કથિત યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના 23 ડિસેમ્બરનો જણાવાઈ રહ્યો છે. આ ઘટના તે સમયે બની જ્યારે વિદ્યાર્થી પોતાના મેલ (પુરુષ) ફ્રેન્ડ સાથે હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં એક શખ્સની ધરપકડ પણ કરી લીધી છે. ચેન્નઈ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, અન્ના વિશ્વવિદ્યાલય કેમ્પસમાં એક મહિલા વિદ્યાર્થીની સાથે કથિત યૌન શોષણના સંબંધમાં ફરિયાદ નોંધાઈ હતી.